Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

સનાતન ધર્મના પાયા સમાન ચાર મઠ

 હાલ આપણે જોશીમઠના ડિમોલિેશનની ચર્ચાઓ સાંભળી રહ્યા છીએ ત્‍યારે આપણા મનમાં પ્રશ્‍ન ઉદ્દભવે કે આ મઠ છે શું? તો ચાલો આપણે આજે જાણીએ મઠ વિશે.

હિન્‍દુધર્મની વાત આવે ત્‍યારે બાર જ્‍યોર્તિલિંગ અને ચાર મઠ જરૂરથી મનમાં આવે જ. જે હિન્‍દુ ધર્મના પાયામાં રહેલા છે. ભારતમાં ચારેય દિશામાં એક એક મઠ એમ કુલ ચાર મઠ આવેલા છે.જેની સ્‍થાપના  શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી અને આ મઠની સ્‍થાપના દ્વારા સનાતન હિન્‍દુ ધર્મમાં ફરીથી પ્રાણ ફુકાયા હતા.

શંકરાચાર્ય એ હિંદુ ધર્મનું સૌથી મોટું ધર્મ પદ છે. જે ધર્મના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત રહે છે. મઠ એટલે એવું સ્‍થાન કે જ્‍યાં ગુરુ દ્વારા પોતાના શિષ્‍યોને ધર્મનું વેદોનું જ્ઞાન આપવામાં આવે. મઠને પીઠના નામથી પણ ઓળખાય છે. આદિ શંકરાચાર્યએ હિન્‍દુ ધર્મના રક્ષણ માટે ચાર મઠની સ્‍થાપના કરી, જેમાંથી પહેલો ઉત્તરમાં ઉત્તરાખંડમાં જ્‍યોર્તિમઠ, બીજો પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ, ત્રીજો દક્ષિણમાં શ્રૃંગેરી મઠ તથા ચોથો પヘમિમાં દ્વારકામાં શારદામઠની સ્‍થાપના કરવામાં આવી હતી. મઠના પ્રમુખોને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આદિ શંકરાચાર્યએ આ ચાર મઠના પ્રમુખ એટલે કે શંકરાચાર્ય તરીકે પોતાના શિષ્‍યોને નિમ્‍યા હતા આ ઉપરાંત ચાર વેદોને પણ ચારેય મઠ અંતર્ગત રખાયા છે. તો ચાલો આપણે  દરેક મઠની વિશેષતાઓ વિશે જાણીએ.

શ્રૃંગેરી પીઠ

ભારતના દક્ષિણમાં કર્ણાટકના રામેશ્વરમમાં સ્‍થાપિત શ્રૃંગેરીપીઠ કર્ણાટકના સૌથી પ્રસિદ્ધ મઠોમાંથી એક છે. આ મઠમાં યજુર્વેદની પરંપરાને માનવામાં આવે છે. ઉપરાંત અહીંથી દીક્ષા લેનાર સન્‍યાસીઓના દીક્ષિત નામ પાછળ સરસ્‍વતી, ભારતી કે પુરી જેવા વિશેષણ લગાવવામાં આવે છે. જેથી નામ પરથી જ સન્‍યાસીઓ કયા મઠના છે તે ઓળખી શકાય છે. શ્રૃંગેરી પીઠનું સૂત્ર ‘અહં બ્રહ્માસ્‍મિ' છે. તુંગા નદીના કિનારે આવેલા મઠ હોયસલા અને દ્રવિડ શૈલી દર્શાવે છે. મઠનું મુખ્‍ય ગર્ભગૃહ નક્ષત્રના આકારનું છે. ઉપરાંત અહીં ૧૨ સ્‍તંભો જોવા મળે છે જે દરેક સ્‍તંભ જુદી જુદી રાશિઓનું પ્રતિનિધિત્‍વ કરે છે. આ સ્‍તંભોની એવી રીતે સ્‍થાપવામાં આવ્‍યા છે કે સૂર્યના કિરણો દરેક મહિનાઓ અનુસાર સ્‍તંભ પર પડે છે. વર્તમાનમાં સ્‍વામી ભારતી કળષ્‍ણ તીર્થ ૩૬માં મઠાધીશ છે.

ગોવર્ધન મઠ 

ગોવર્ધન મઠ ભારતની પૂર્વે ઓડીસા રાજ્‍યમાં જગન્નાથપુરીમાં સ્‍થિત છે. આ મઠનું સૂત્ર ‘પ્રજ્ઞાનં બ્રહ્મ' છે. આ મઠમાં દીક્ષા પ્રાપ્ત કરનાર સન્‍યાસીઓના નામ પાછળ આરણ્‍ય વિશેષણ લગાડવામાં આવે છે. આ મઠ જગન્નાથ મંદિરથી જોડાયેલો છે. બિહારથી લઈ અરુણાચલ પ્રદેશના દરેક ધાર્મિક સ્‍થાનો આ મઠ અંતર્ગત આવે છે. અહીં ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન વિષ્‍ણુ અને દેવી વિમલાનું પૂજન કરવામાં આવે છે.  ઋગ્‍વેદને આ મઠ અંતર્ગત રાખવામાં આવ્‍યો છે. આ મઠમાં આદિ શંકરાચાર્યની સંગેમરમરની પથ્‍થરની મૂર્તિ પણ છે. આશરે નવ વર્ષ પહેલા અહીં સમુદ્ર પુજનની શરૂઆત થઈ હતી. અહીં રોજ શિષ્‍યો-સન્‍યાસીઓ દ્વારા પુરીમાં સ્‍થિત સ્‍વગદ્વારમાં સમુદ્ર પ્રાર્થના અને અગ્નિની ઉપાસના કરવામાં આવે છે ઉપરાંત દર વર્ષે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે શંકરાચાર્ય પોતે સમુદ્રની પ્રાર્થના કરે છે. અહીંના વર્તમાન શંકરાચાર્ય સ્‍વામી નિヘલાનંદ સરસ્‍વતીજી છે.

 દ્વારકા મઠ 

 દ્વારકા મઠને શારદા મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભારતની પヘમિે ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલ છે. અહીં દીક્ષાર્થીઓના દીક્ષિત નામ પાછળ તીર્થ કે આશ્રમ વિશેષણ લગાડવામાં આવે છે. આ મઠમાં સામવેદની પરંપરાને અનુસરવામાં આવે છે. આ મઠનું સૂત્ર તત્‍વમસિ છે. સ્‍વામી સ્‍વરુપાનંદ સરસ્‍વતી અહીંના ૯૭મા મઠાધીશ હતા.

જ્‍યોર્તિ મઠ :

 જ્‍યોર્તિમઠને જોશીમઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની ઉતરે ઉત્તરાખંડ રાજ્‍યના ચમોલી જિલ્લામાં આવેલ છે. જે હિન્‍દુઓનું પ્રસિદ્ધ જ્‍યોતિષ પીઠ છે. ચારેય મઠમાં સૌ પ્રથમ બદ્રીનાથ નજીક આ મઠની સ્‍થાપના કરવામાં આવી હતી. આ મઠમાં દીક્ષા લેનાર સન્‍યાસીના નામ પાછળ ગીરી, પર્વત કે સાગર વિશેષણ લગાવવામાં આવે છે. આ મઠનું સૂત્ર ‘અયમાત્‍મા બ્રહ્મ' છે. આ મઠ અંતર્ગત અથર્વવેદને રાખવામાં આવેલ છે. અહીં ભગવાન નૃસિંહ કે જે ભગવાન વિષ્‍ણુ અવતાર હતા તેમની પૂજા કરવામાં આવે છે.

આ ચાર મઠ ભારતની ચાર દિશાઓમાં હિન્‍દુ સંસ્‍કળતિના ચિન્‍હ સ્‍વરૂપ છે. જે સનાતન હિંદુ ધર્મના પાયાના પ્રમુખ સ્‍થાનો માનવામાં આવે છે. જેમાં હિંદુ સંસ્‍કળતિનો પ્રચાર-પ્રસારના કાર્ય કરવામાં આવે છે. આ મઠમાં હિન્‍દુ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે અને આ મઠો હિન્‍દુઓની સંત ધારા માનવામાં આવે છે.

: આલેખન :

રાધિકા જોષી

 

(4:12 pm IST)