Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

નૃગેન્‍દ્રપ્રસાદજી રાજકોટમાં : સાંજે શાકોત્‍સવ

શાષાી મેદાન ખાતે ચાલતી કથાની આજે પૂર્ણાહૂતિ થશે

રાજકોટ, તા.ર૧ : ભગવાન  સ્‍વામિનારાયણ પૂર્ણ કળપાથી તેમજ વડતાલ દેશ પીઠાધિપતી પૂજ્‍ય અજેન્‍દ્રપ્રસાદજી મહારાજ તેમજ પૂજ્‍ય ભાવિ આચાર્ય નળગેન્‍દ્ર પ્ર્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સત્‍સંગનું બળ વધે અને આ કળિયુગી વાતાવરણમાં જીવ ભગવાન માં જોડાઈ તેવા શુભ આશયથી રાજકોટ શહેર ને આંગણે ચાલી રહેલી ભગવાન  સ્‍વામિનારાયણ ના ચરિત્રો થી સભર પૂજ્‍ય શતાનંદ સ્‍વામી રચિત મદ્‌ સત્‍સંગીજીવન કથા પારાયણમાં ભગવાનના ચરિત્ર સંભળાવતા વક્‍તા ઘનશ્‍યામ સ્‍વામીએ જણાવ્‍યું હતું કે ભગવાન ભક્‍તના ભાવને પૂર્ણ કરવા મનુષ્‍ય જન્‍મ ધારણ કરે છે તેમજ વિશેષ મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે આ કળિયુગી વાતાવરણ માં જીવને ભગવાન ના  ચરિત્ર થી જ શાંતિ મળે છે આજે રાતે ૧૧ વાગ્‍યે કથાની પુર્ણાહુતી થશે.

પાચ દિવસ ચાલનારી આ કથા રાજકોટના મધ્‍યમાં આવેલા શાષાી મેદાન ખાતે ૫૦૦૦ વધુ હરિભક્‍તો બેસી શકે તેવો વિશાળ સભા મંડપમાં રોજ ૫ થી ૬  હજાર હરિભક્‍તો લાભ લેતા હતા હાલ ઠંડી નું વાતાવરણમાં કથામાં ભાગ લેનાર દરેક હરિભક્‍તો ને ઠંડીનો લાગે તે રીતે ડોમની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

આ મહોત્‍સવમાં આજે બપોરે ૪.૩૦ કલાકે વડતાલ થી પરમ પૂજ્‍ય  ભાવિ આચાર્ય  નળગેન્‍દ્‌ પ્રસાદજી મહારાજ  પધારશે. તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે.તેમજ સાંજે ૬.૦૦ વાગ્‍યે ભવ્‍ય શાકોત્‍સવનું આયોજન કરેલ છે જેમાં ૮૦૦૦ વધારે હરિભક્‍તો લાભ લેશે.

  કથાના મુખ્‍ય યજમાન તરીકે પરમ ભક્‍ત કાનજીભાઈ પોપટભાઈ સેંજરિયા પરિવાર તેમજ સહ યજમાન અક્ષર નિવાસી મહેન્‍દ્રભાઈ જેચંદભાઈ પાટડિયા પરિવારે લાભ લીધો હતો..

   આ મહોત્‍સવનું આયોજન સ્‍વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્‍ટ વડતાલ તેમજ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ  લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ રાજકોટ શાખા દ્વારા કરવામાં આવ્‍યું હતું તેમજ આ સમગ્ર આયોજનનું લાઈવ પ્રસારણ શિક્ષા ચેનલના માધ્‍યમથી લાખો હરિભક્‍તો લાભ લીધો હતો

(4:48 pm IST)