Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ભાગીદારના મકાનમાં ૪૫ હજારની ચોરી કરનાર પૂર્વ પાર્ટનર વિજય સિંધવ પકડાયો

માલવીયાનગર પોલીસે દાસીજીવણ પરામાંથી દબોચ્‍યો

રાજકોટ,તા. ૧૨ : નાના મવા રોડ પર દાસીજીવણપરામાં રહેતા ભાગીદારના મકાનમાં રૂા. ૪૫ હજારની ચોરી કરનાર પૂર્વ પાર્ટનરને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નાના મૌવા રોડ પર દાસીજીવણપરા શેરી નં. ૩માં રહેતા અને સાઉન્‍ડ સીસ્‍ટમનો વ્‍યવસાય કરતા હિમાંશુભાઇ મોહનભાઇ પરમારના મકાનમાં છ દિવસ પહેલા રૂા. ૪૫૦૦૦ની કિંમતના એમ્‍પ્‍લીફાયરની ચોરી થયાની માલીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશ્‍નર શ્રીરાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશ્‍નર સૌરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇએ સુચના આપતા માલવીયાનગર પોલીસ મથક પી.આઇ. આઇ.એન. સાવલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી સહિતે બનાવ સ્‍થળે પહોંચી આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કર્યા હતા., દરમ્‍યાન હેડ કોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ તથા અંકીતભાઇ નિમાવતને બાતમી મળતા વિજય દેવજીભાઇ સિંધવ (ઉવ.૨૧) (રહે. દાસીજીવણપરા શેરી નં. ૪)ને દાસીજીવણપરામાંથી પકડી લઇ ૪૫ હજારનું એમ્‍પ્‍લીફાયર કબ્‍જે કર્યું હતું. તેની પુછપરછ કરતા વિજય સિંધવ અગાઉ હિમાંશુભાઇને ધંધામાં ભાગીદાર હતો આ કામગીરી પીઆઇ આઇ.એન.સાવલીયા, પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્‍સ. મસરીભાઇ, રવીભાઇ નાથાણી, અજયભાઇ વીકમા, અંકીતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, રઘુવીરસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ અને કૃષ્‍ણદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(4:21 pm IST)