Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

કુવાડવા રોડ પરથી કેમીકલના બે બેરલમાંથી ૧૯૨ બીયરના ટીન સાથે સાગર અને યશ પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી : બુટલેગરે કેમીકલની આડમાં ટ્રાન્‍સપોર્ટ મારફતે બીયરનો જથ્‍થો મંગાવ્‍યો'તો

રાજકોટ તા. ૧૨ : કેમીકલની આડમાં ટ્રાન્‍સપોર્ટ મારફતે બીયરનો જથ્‍થો મંગાવનારા બુટલેગર સહિત બે શખસોને ડીસીપી ઝોન-૧ની એલ.સી.બી.એ કુવાડવા રોડ પરથી બીયરના ૧૯૨ ટીન ભરેલા બે પ્‍લાસ્‍ટીકના નાના બેરલ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર બે શખ્‍સો દારૂનો જથ્‍થો ભરેલા બે બેરલ સાથે ઉભા હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતા કુવાડવા રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ સામે રીક્ષાની રાહ જોઇને ઉભેલા બુટલેગર સાગર મગનભાઇ ચૌહાણ (ઉ.૩૨) (રહે. નવા થોરાળા ન્‍યુ સર્વોદય સોસાયટી શેરી નં. ૬) અને સાગરીત યશ જગદીશભાઇ ચૌહાણ (ઉ.૨૨) (રહે. ૮૦ ફુટ રોડ આંબેડકરનગર શેરી નં. ૧૪)ને રૂા. ૨૮,૮૦૦ની કિંમતના ૧૯૨ બીયરના ટીન ભરેલા બે પ્‍લાસ્‍ટીકના નાના બેરલ સાથે પકડી લીધા હતા. બંનેની પૂછપરછ કરતા સાગરે કુવાડવા રોડ પર ટ્રાન્‍સપોર્ટ મારફતે કેમીકલના નામે બે બેરલમાં બીયરનો જથ્‍થો મંગાવ્‍યો હતો. પોલીસે ૨૮,૮૦૦ બીયરના ટીન ભરેલા બે બેરલ, એકટીવા અને મોબાઇલ ફોન મળી રૂા. ૮૭,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પીએસઆઇ કોડીયાતર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, હિતેષભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

બીગબજાર પાસેથી હાર્દિક

દારૂ સાજે ઝબ્‍બે

તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. કે.એમ.જાડેજા તથા કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા સહિતે બાતમીના આધારે બીગબજારની પાછળ ગાર્ડન પાસેથી હાર્દિક હંસરાજભાઇ રાખોલીયા (ઉ.૨૩) (રહે. ચંદ્રપાર્ક મેઇન રોડ)ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો.

(4:49 pm IST)