Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ જેલના ફરાર પાકા કામના કેદીને ઉપલેટા પંથકમાંથી એલસીબીએ ઝડપી લીધો

કાથરોટાના પ્રદીપ હુણને દબોચી લઈ જેલમાં ધકેલી દેવાયો

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ જેલના ફરાર પાકા કામના કેદીને ઉપલેટા પંથકમાંથી રૂરલ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો હતો.

જીલ્લાના નાસતા ફરતા તથા પેરોલ જંપ થયેલ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આર. ગોહિલ તથા પીએસઆઈ વી.એમ. કોલાદરા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વિરરાજભાઈ ધાંધલ તથા એસઓજીના હેડ કોન્સ. સંજયભાઈ નિરંજનીને મળેલ બાતમી આધારે રાજકોટ જેલમાં ભરણ પોષણના કેસમાં સજા પામેલ અને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ પ્રદીપ રામાભાઈ હુણ રે. કાથરોટા, તા. ઉપલેટા, કાથરોટા ગામેથી દબોચી લઈ જેલમાં ધકેલી દીધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. રવિદેવભાઈ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી તથા પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:18 pm IST)