Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રકતદાન જીવનદાન

સિવિલના લાભાર્થે સોમવારે રકતદાન કેમ્પ

સંસ્થાઓ, સોસાયટીઓ પણ રકતદાન કેમ્પના આયોજન કરે તેવી હોસ્પિટલ સેવા મંડળની અપિલઃ રસી મુકાવ્યા પહેલા રકતનું દાન કરો

રાજકોટઃ હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરીયાત છે. 'વિશ્વ રકતદાતા દિવસ' નિમિતે હોસ્પિટલ સેવા મંડળ દ્વારા મોબાઇલ બ્લડ બેંક થકી સિવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે, ઢેબર રોડ વનવે, હોટેલ ભાભા પાસે, આલ્ફેડ હાઈસ્કૂલની પાસે, રાજકોટ ખાતે  તા.૧૪ સોમવરે સાંજે ૫:૩૦ થી ૮ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરાઈ છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સિવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે. નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. ૧૮ થી ૪૫ વર્ષની વય જુથનાં લોકો, રસી મુકાવ્યા પૂર્વે અચુક રકતદાન કરે (રસી મુકવ્યાના ૧૫ દિવસ પછી  રકતદાતા રકતદાન કરી શકે છે.) વિશેષ માહિતી માટે અને કેમ્પનાં આયોજન  માટે હોસ્પિટલ સેવા મંડળ (મો.૯૮૯૮૬ ૧૩૨૬૭) ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.
 

(11:41 am IST)