Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભીસ્તીવાડમાં ઇમરાન મેણુની પત્નિ સંચાલીત જૂગારધામ ઝડપાયું: રૂ.૧.૪૮ લાખની રોકડ સાથે ૧૨ પકડાયા

અલ્કા મેણુ સહિત પાંચ મહિલા સામેલઃ બે મહિલા જામનગરથી રમવા આવી હતીઃ પ્ર.નગર પીએસઆઇ કે. ડી. પટેલ, કુલદિપસિંહ રાણા અને પ્રદિપસિંહની બાતમી પરથી પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમનો દરોડોઃ રોકડ, નવ મોબાઇલ ફોન, બે ટુવ્હીલર મળી કુલ ૨,૭૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૨: ભીસ્તીવાડમાં ખાન પેલેસ પાસે સ્લમ કવાર્ટરમાં ઇમરાન મેણુની પત્નિ અલ્કા ભાડે મકાન રાખી રાજકોટ શહેર અને જામનગરથી માણસો બોલાવી ભેગા કરી જૂગારધામ ચલાવતી હોવાની બાતમી પરથી પ્ર.નગર પોલીસે મોડી રાતે દરોડો પાડી અલ્કા સહિત પાંચ મહિલા અને સાત પુરૂષ મળી ૧૨ને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧,૪૮,૫૦૦ રોકડા, ૯ મોબાઇલ ફોન, બે ટુવ્હીલર મળી કુલ રૂ. ૨,૭૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે દરોડો પાડી અલ્કા ઇમરાન મેણુ (ઉ.૩૮-રહે. ભીસ્તીવાડ ચોક ખાન પેલેસ પાસે સ્લમ કવાર્ટર, મુળ કોલસાવાડી સર્કલથી આગળ ગેબનશાપીરની દરગાહ સામે વૃજભુમિ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨), અશોક ગોવિંદભાઇ દવે (ઉ.૫૦-સિકયુરીટીમાં નોકરી, રહે. પંચવટી રોડ સિતારા એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર), અરવિંદ લાલજીભાઇ ગઢીયા (ઉ.૩૮-ધંધો ઇમિટેશનનો, રહે. પેડક રોડ ગાંધી સ્મૃતિ સોસાયટી-૩), પ્રવિણ હીરાભાઇ બોરીચા (ઉ.૫૦-ધંધો બિલ્ડીંગ મટીરીયલ્સનો, રહે. મવડી ચોકડી લાભદીપ સોસાયટી-૩ શિવમ મકાન), મનોજ નરોત્તમભાઇ ગજ્જર (ઉ.૩૫-ધંધો ફર્નિચર કામ, રહે. કુવાડવા શિવધારા સોસાયટી-૨, પિતૃકૃપાની બાજુમાં), મનિષ દેવરાજભાઇ સાવકરીયા (ઉ.૩૭-ધંધો ઇમિટેશન કામ મજૂરી, રહે. નારાયણનગર મેઇન રોડ પાણીના ઘોડા પાસે), વિજય છગનભાઇ રામાણી (ઉ.૨૮-ધંધો ઇમિટેશન મજૂરી, રહે. સંત કબીર રોડ ગોવિંદ બાગ  શાક માર્કેટ સામે ચામુંડા કૃપા), ચિરાગ બળવંતભાઇ ગજ્જર (ઉ.૩૦-ધંધો મિસ્ત્રી કામ, રહે. માધાપર ચોકડી નાગેશ્વર સોસાયટી પટેલ ચોક નાગેશ્વર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧), રેખાબેન મુન્નાભાઇ પરમાર (ઉ..૩૦-ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. હા. બોર્ડ કવાર્ટર રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧૮, દૂધ સાગર રોડ), નયનાબેન રાજેશભાઇ બામણીયા (ઉ.૪૦-ઘરકામ, રહે. જામનગર, પટેલ પાર્ક સોસાયટી-૨, રણજીત સાગર રોડ), રિધ્ધીબેન વિપુલભાઇ ચોૈહાણ (ઉ.૨૫-ઘરકામ, રહે. જામનગર ન્યુ જેલ રોડ, ભાગેશ્વર મહાદેવ મંદિર પાસે શંકર ટેકરી) અને જ્યોત્સનાબેન પ્રવિણભાઇ કુંભારવાડીયા (ઉ.૩૫-ઘરકામ, રહે. આજીડેમ ચોકડી પાછળ તિરૂમાલા સોસાયટી-૧)ને જૂગાર રમતાં પકડી લીધા હતાં.

પોલીસે રોકડા રૂ. ૧,૪૮,૫૦૦, રૂ. ૬૭૦૦૦ના ૯ મોબાઇલ ફોન અને રૂ. ૫૫ હજારના બે ટુવ્હીલર કબ્જે કર્યા છે.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ કે. ડી. પટેલ, કુલદીપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ ગોહિલને બાતમી મળી હતી કે અલ્કા ઇમરાન મેણું તેના ભાડના મકાનમાં જૂગાર રમાડી રહી છે.

આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં અલ્કા સહિત ૧૨ પકડાઇ ગયા હતાં. અલ્કા બહારથી માણસો ભેગા કરી જૂગારનું સાહિત્ય પુરૂ પાડી નાલ ઉઘરાવી જૂગારધામ ચલાવતી હોવાનું ખુલતાં તે મુજબનો ગુનો નોંધાયો હતો. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ડી. ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ, અક્ષય ડાંગર, અશોક હુંબલ, મહાવીરસિંહ જાડેજા, મહિલા કોન્સ. માલવીકાબેન દુબલ સહિતે આ કામગીરી કરી હતી.

(12:56 pm IST)