Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોઠારીયા રીંગ રોડ પર બેભાન થઇ જતાં ઘનશ્યામસિંહનું મોત

આજીડેમ ચોકડી માંડા ડુંગર પાસે રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરતાં ઘનશ્યામસિંહ જોરૂભા પરમાર (ઉ.વ.૫૧) ગાડી ભરવા કોઠારીયા રીંગ રોડ કામનાથ વે બ્રીજ પાસે ગયા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં   પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ  ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

નંદનવનમાં રમણિકે ઝેર પીધું

 મવડીની નંદનવન સોસાયટી-૨માં મારવેલ હોસ્પિટલ પાસે રહેતાં રમણિક જીવરાજભાઇ માણાવદરીયા (ઉ.વ.૨૪)એ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. પેરેલીસીસની સારવાર કરાવવા છતાં ફરક પડતો ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું તેના સ્વજનોએ કહ્યું હતું.

(12:57 pm IST)