Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રૂ.સવા ચાર લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૧૨: અત્રે ફરીયાદી ભગવાનજી કુરજી ભાલારાએ મીત્રતાના દાવે આરોપી શશીકાંત તુલસીદાસ મહેતાને રૂ.૪,૨૫,૦૦૦/ આપેલ તે રકમ પરતા કરવા આરોપીએ ફરીયાદીને આપેલ ચેક ખાતુ બંધ હોવાના કારણે પરત ફરતા ફરીયાદીએ વર્ષ-૨૦૧૧માં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદના કામે આરોપીને નિર્દોષ છોડી મુકવા રાજકોટના એડી.ચીફ જયુડી.મેજી.શ્રી આર. એસ. રાજપુતે મહત્વનો ચુકાદો ફરમાવેલ છે.

આ કેસની વિગતે ફરીયાદી ભગવાનજી કુરજીભાઇ ભાલારા 'ગીતાંજલી' ૩-અમૃતનગર, જયોતિનગર ચોકની બાજુમાં કાલાવડ રોડ રાજકોટવાળાએ આરોપી શશીકાંતભાઇ તુલસીદદાસ મહેતા ૨-ગોકુલ એપાર્ટમેન્ટ જાગનાથ પ્લોટ શેરી નં.૨૩ રાજકોટ ખાતે રહેણાંક કરતા મિત્ર સાથે રૂ.૪,૨૫,૦૦૦/ નો વ્યવહાર કરેલ જે વ્યવહાર પુર્ણ કરવા આરોપીએ ધી કરૂર વૈશ્ય બેંક લી.ત્રીકોણબાગ શાખા રાજકોટનો ચેક રૂ.૪,૨૫,૦૦૦/નો આપેલ તે ચેક આરોપીનું ખાતુ બંધ હોવાના કારણે તા.૨૨-૬-૧૧ના રીટર્ન થયેલ હોવાનું જણાવતા એડવોકેટ મારફતની નોટીશ પાઠવી નોટીસ સમયમાં ચેક મુજબની રકમ આરોપી દ્વારા ફરીયાદીને નહી ચુકવતા નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ થયેલ.

આ ફરીયાદના કામે આરોપી વતી એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલીયા દ્વારા ઉલટ તપાસમાં મહત્વની હકીકત રેકર્ડ ઉપર લાવતા અને વ્યવહાર સંબંધેની હકીકત તથા ફરીયાદીના નાણાકીય વ્યવહારમાં શંકા ઉદભવે તેવી હકીકત તથા ફરીયાદીના નાણાકીય વ્યવહારમાં શંકા ઉદભવે તેવી હકીકત રેકર્ડ ઉપર આવેલ હોવાથી ફરીયાદીના કાયદેસરના લેણા પેટેનો ચેક નહી હોવાનુ સ્પષ્ટ થતા અને આરોપી તરફે રજુઆતો ધ્યાને લઇ આરોપી વિરૂધ્ધ એન.આઇ.એકટ કલમ ૧૩૮ મુજબનો ગુન્હો સ્પષ્ટપણે સાબીત કરવામાં ફરીયાદી નિષ્ફળ જતા આરોપી શશીકાંત તુલસીદાસ મમહેતાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

સદરહુ કામે આરોપી શશીકાંત તુલસીદાસ મહેતા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા, તથા હિરેન ડી.લિંબડ, મોનિષા જોષી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી.કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ.શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, તથા સમીર શેરશીયા તથા ધારા બગથરીયા તથા પ્રિયંકાબેન સાગધ્રા તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

(2:57 pm IST)