Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મોરબી રોડ સેટેલાઇટ ચોકની શાક માર્કેટમાં બી-ડિવીઝન પોલીસે કર્યુ માસ્ક વિતરણ

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા વેપારીઓ-ગ્રાહકોને સુચના આપી

બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બકાલા માર્કેટમાં ધંધાર્થીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તે માટે થઇને ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝોન-૧ વિભાગના ઇન્ચાર્જ ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી એસ.આર.ટંડેલ તરફથી સૂચના મળી હતી કે શાકભાજીના વેપારી તથા ગ્રાહકો માસ્ક પહેરતા નથી અને આ માર્કેટમાં ખાસ કરીને મજૂર વર્ગના લોકો આવતા હોય તેઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરી તેઓને માસ્કનું વિતરણ કરવું જરૂરી છે. જેથી બી ડિવિઝનના પીઆઇ એમ.બી.ઔસુરા તથા ટીમે મોરબી રોડ, સેટેલાઇટ ચોક ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં ૨૫૦ જેટલા ફ૯૫ માસ્કનું વિતરણ કર્યુ હતું. તેમજ કોરોના સંક્રમણથી બચવા માટે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ તકેદારીના જરૂરી પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તેમજ જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ દ્વારા રાજકોટ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને અવારનવાર જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

(1:02 pm IST)