Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કન્ટ્રી કલબ હોસ્પિટાલીટી એન્ડ હોલી ડે લી.ને ૭૨ હજાર વ્યાજ સહિત ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૧૨: અત્રે કન્ટ્રી કલબ હોસ્પીટાલીટી એન્ડ હોલી ડે લીમીટેડ ને ગ્રાહકની મેળવેલ રકમ રૂ. ૭૨,૦૦૦ વ્યાજ સહિત ચુકવી આપવા અંગે મહત્વનો ચુકાદો ગ્રાહક તકરાર ફોરમે આપ્યો હતો.

આ કેસની ટૂંકમાં વિગત એવા પ્રકારની છે કે રાજકોટમાં રહેતા કાજલબેન કૈલાશભાઇ રીલાયન્સ મોલમાં શોપીંગ માટે ગયેલ હતા. અને ત્યાં સામાવાળાના કર્મચારી એ ફરીયાદી પાસે મીસ ગાઇડ કરીને ફોર્મ ભરાવેલ હતું અને ફી ગીફટ અને વાઉચર આપવાનું પ્રલોભન આપી તેમની ઓફીસે બોલાવી ચેકબુક સાથે લાવવાનું જણાવેલ તે મુજબ ફરીયાદી અને તેના પતિને ઓફિસે બોલાવી વાકચાર્તુયથી અનેક પ્રલોભનો આપી ફોર્મ ભરાવી ચેક મેળવેલ હતો. ત્યારબાદ ફરીયાદીના ખાતામાંથી રકમ ઉપડી જવા છતાં જે જે બાબતો જણાવેલ તે મુજબ કોઇ જ લાભ આપેલ નહીં કે કલબનું કાર્ડ આપેલ નહીં કે પેકેજ કે ગીફટ, વાઉચર આપેલ નહીં.

આ અંગે અનેક વખત રજુઆત કરેલ પરંતુ કન્ટ્રીકલબ દ્વારા કોઇ પ્રત્યુતર આપેલ નહી. જેથી ફરીયાદી સાથે આપવી જોઇતી સેવામાં ખામી દાખવી તથા અનફેર ટ્રેડ પ્રેકટીશ કરી બનાવટ કરી રકમ મેળવેલ છે. તેવું ફરીયાદીને માલુમ થતાં ફરીયાદીએ આ રકમ પરત ચુકવી આપવા અનેક વખત રજુઆત કરેલ છતાં કંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ફરીયાદીએ રાજકોટના એડવોકેટ શ્રી જી.આર.ઠાકર અને શ્રી ગાર્ગીબેન ઠાકરની સલાહ લીધેલ અને ત્યારબાદ ફરીયાદીએ રાજકોટની કન્ઝુમર કોર્ટમાં આ રકમ વ્યાજ સહિત વસુલ મેળવવા માંગણી કરેલ જે કેસમાં ફરીયાદીના એડવોકેટ શ્રીની દલીલોને માન્ય રાખી ફરીયાદીની અરજી મંજુર રાખી ફરીયાદીને કન્ટ્રી કલબ રૂ. ૭૨,૦૦૦  ૬ (છ) ટકા વ્યાજ સાથે ચુકવી આપવા તેઓ હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી જી.આર. ઠાકર, ગાર્ગીબેન ઠાકર અને મીલન દુધાત્રા રોકાયેલ હતા.

(2:39 pm IST)