Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નવરાત્રીમાં માતાજીની શ્રદ્ઘા અકબંધ

દરવર્ષે સાઇકલ પર આશાપુરા જતાં શ્રદ્ઘાળુઓ કોરોનાની મહામારી વચ્ચે માતાને પ્રાર્થના કરવા થયા રવાના

રાજકોટ, તા. ૧ર : શ્રી આશાપુરા મિત્ર મંડળ હિન્દમાતા તરફથી કોરાના મહામારીના સમયમાં પણ નવરાત્રીમાં કચ્છમાં આવેલા આશાપુરા માતાજીના મઢનાં દર્શનાર્થે ૧૫ સાઇકલસવારને લીલી ઝંડી આપીને આશાપુરા માતાજીના જય જયકાર બોલાવીને ગઈ કાલે મોકલવામાં આવ્યા હતા. આ મંડળ છેલ્લાં ૩૬ વર્ષથી ૧૧૧ સાઇકલસવારને આસો વદ એકમને દિવસે દર્શન માટે મોકલવાનું આયોજન કરે છે.

મંડળના મુખ્ય સંચાલક દિનેશ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે શ્નકોરોનાની મહામારીના સમયમાં મુંબઈથી કચ્છ સાઇકલસવારોને મોકલવા કે નહીં એ સંદર્ભમાં દ્વિધા અનુભવી રહ્યા હતા, પરંતુ જે સાઇકલસવારો ૩૬ વર્ષથી આશાપુરા માતાજીનાં દર્શન કરવા જાય છે તેમની શ્રદ્ઘા અતૂટ હતી.

તેઓ કચ્છ જવા અધીરા હતા. આથી સંજોગોને આધીન આ વખતનું આયોજન ફકત ૧૫ વ્યકિત પૂરતું જ સીમિત રાખ્યું હતું. ગઈ કાલે હિન્દમાતાની એક દુકાનમાં આરતી અને પ્રસાદનું આયોજન કરીને સાઇકલ સવારોને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમની સાથે તેમનું ધ્યાન રાખવા માટે સેવા સમિતિના કાર્યકર રાજુ પટેલ સ્કૂટર પર સાથે ગયા હતા. સૌની એક જ પ્રાર્થના હતી કે માતાજી હવે વહેલી તકે સૌને કોરોના કાળમાથી મુકિત અપાવે. સાઇકલસવારોને માતાજીનાં દર્શનમાં કોઈ જ પ્રકારની આપત્ત્િ। ન આવે એ જ માતાજી પાસે પ્રાર્થના.

(2:40 pm IST)