Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કસ્તુરબા વાલ્મીકીવાસ વિસ્તારમાં થયેલ ખુનના ગુનામાં માનવતાની જામીન અરજી રદ

આરોપીએ માતાની બિમારી સબબ વચગાળાની જામીન અરજી કરી હતી

રાજકોટ તા.  ૧રઃ હત્યાના કેસમાં આરોપીની માનવતાની જામીન અરજી અદાલતે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, તા. ૧૦-૬-૧૭ના રોજ નવા થોરાળા કસ્તુરબા વાલ્મીકીવાસ રામાપીર મંદિર સામે મરણજનાર મહેશભાઇ ડાયાભાઇ ચૌહાણનું આરોપી સાગર વિનુભાઇ વાઘેલા રહે. નવા થોરાળા વાલ્મીકી સમાજ સહીત અન્ય આરોપીઓએ પાઇપ લાકડી વડે હુમલો કરી ખુન કરી નાખે અને તે બનાવમાં જેલમાં રહેલ આરોપી સાગર વાઘેલાએ માાનવતાના ધોરણે દિવસ-૩૦ માટે તેમના માતાની બીમારી ના કારણસર જામીનપર છુટવા માટે સેસન્સ અદાલતમાં અરજી કરેલ.

સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરેલ અને રજુઆત કરેલ કે ખુન જેવા ગંભીર ગુન્હામાં આરોપી ઉપર માનવતા રાખી શકાય નહીં અને જામીન અરજી રદ કરવા દલીલ કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ એચ. એમ. પવારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:43 pm IST)