Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટની પુજાએ 'જગતસુખ શિખર' સર કર્યો

રાજકોટ : હીમાચલ પ્રદેશમાં પિરપંજલ શ્રેણીમાં આવતા ૧૬૭૦૦ ફુટ ઉંચા જગતસુખ શિખર સર કરવા ૩૦ યુવાનો અને ૭ યુવતિની ટીમ નીકળી હતી. તેમાં રાજકોટની પુજા ગીજુભાઇ જોષીએ પણ હિંમત દાખવવી આ શિખર સર કરી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુજા જોષી આકાશવાણી અને દુરદર્શન પર એંકર તરીકે અનેક વખત કામ કરી ચુકયા છે. મનાલી નજીક સરલાથી આ મિશન આદરેલ અને છીકા, સેરી થઇ શીખર સુધી પહોંચ્યા હોવાનું ગીજુભાઇ જોષી (મો.૯૪૨૭૪ ૦૦૩૧૫) ની હિંમતવાન દિકરી પુજાએ  એક યાદીમાં જણાવેલ છે.

(2:45 pm IST)