Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજસ્થાની મહિલાના અકસ્માત મૃત્યુ કેસમાં ૨૨ લાખ ૩૧ હજારનું વળતર મંજુર

રાજકોટ,તા. ૧૨: રાજસ્થાની મહીલાનું અકસ્માતમાં થયેલ મૃત્યુના કેસમાં કોર્ટ દ્વારા રૂ. ૨૨,૩૧,૦૦૦નું વળતર મંજુર કરવામાં આવ્યું હતું.

આ અકસ્માતની વિગત એવી છે કે, રાજસ્થાની મહીલા રેશમબેન રમેશભાઇ વર્મા કે જે ગત તા. ૮/૧/૧૫ના બપોરના આ ૩:૦૦ વાગ્યાના સુમારે વાંકાનેર -મોરબી રોડ પર બંધુનગર પાસે સરતાનપર રોડની સામે રોડ પર તેના પતી સાથે ચાલીને જઇ રહી હતી ત્યારે રોડ પરથી એક કાર નં. જી.જે.૧૮-એએચ-૧૯૪૦ના ચાલકે પોતાની કાર પુરપાટઝડપે ચલાવીને પતી રમેશભાઇ સાથે ચાલી જઇ રહેલી મહીલા રેશમબેન રમેશભાઇ વર્માને હડફેટે લઇ તેનું મોત નીપજાવેલ હતું.

આ અંગે રેશમબેન રમેશભાઇ વર્માના મૃત્યુ બદલ વળતર મેળવવા પતી રમેશભાઇ તથા તેમના સંતાનો દ્વારા રાજકોટની કલેઇમ ટ્રીબ્યુનલમાં ઉપરોકત કારની વીમા કાું. સામે કલેઇમ કેશ દાખલ કરવામાં આવેલ.

કોર્ટે ગુજરનારની માસીક આવક રૂ. ૭૦૦૦ ધ્યાનમાં લઇ તેમજ વીમા કાું. ની લાયસન્સ સીવાયની દલીલ ન માની અને વીમા કાું. એચ.ડી.એફ.સી સામે અરજદારોને રૂ. ૧૫,૦૦,૦૦૦ નવ ટકા વ્યાજ એડ કરતા ૨૨,૩૧,૦૦૦ રૂ. જેટલુ જંગી વળતર અરજદારોને હુકમની તારીખથી માસ એકમાં જમા કરાવી આપવા હુકમ ફરમાવેલ હોય. કારના ચાલક પાસે લાયસન્સ રીન્યુ થયેલ ન હોવાનું પુરવાર થતા વીમા કાું. ની માત્ર લાયસન્સ દલીલને ધ્યાનમાં રાખીને વીમા કાું. એ અરજદારોને ચુકવી આપવી તેમજ રકમ માલીકશ્રી દુષ્યંતકુમાર પંચાલ રહે. અમદાવાદ વાળા પાસેથી વસુલ કરવા (પેએન્ડરીકવરનો હુકમ) હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર વતી રાજકોટના વકીલશ્રી શ્યામ જે. ગોહિલ તથા વાંકાનેરના વકીલ શ્રી કપીલ વી. ઉપાધ્યાય રોકાયેલા હતા.

(2:44 pm IST)