Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સાધુઓ ઉપર થતા હુમલા-હત્યા અંગે સીબીઆઇ તપાસ કરોઃ કલેકટરને આવેદન

રાજકોટ, તા.૧૨: રાષ્ટ્રીય સંત સુરક્ષા પરીષદે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતુ કે રાજસ્થાનના કરોલી જીલ્લાના પુજારી બાબુલાલ વૈશ્ણવને જીવતા સળગાવી દેવાયા તથા ઉત્તરપ્રદેશના ગોંડા જીલ્લાના રામજી મંદિરના મનોરમા ઉદગમ સ્થળના પુજારી ઉપર પણ ભુમાફીયા દ્વારા હુમલો થતા હાલ તેમની હાલત પણ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આવી હત્યા અને હુમલાને રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ શ્રી જીજ્ઞેશભાઇ રામાવત તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સંસ્થાપક શ્રી રાજરાજેશ્વરગીરીજી મહારાજ તથા રાષ્ટ્રીય મહાસચીવ ડો.પદમનાભગીરીજી મહારાજ બનેલ ઘટનાની ઘોર વખોરી કાઢે છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલ સાધુઓની નિર્મમ હત્યા સમગ્ર દેશના લોકોએ નિહાળી થોડો સમય ઉગ્ર વિરોધ થયો, સી.બી.આઇ તપાસની માંગ થઇ પરંતુ આજદીન સુધી તેમની સી.બી.આઇ. તપાસ નથી થઇ કે ગુનેગારો સામે કડક પગલા નથી લેવાયા. હિન્દુ, સાધુ, સંતો, મંદિરો, મઠો પર સમયાંતરે આવા હુમલાઓ થતા રહે છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આવી ઘટનાઓમાં સી.બી.આઇ તપાસ સોંપે તેવી સમગ્ર સાધુ સમાજની ઉગ્ર માંગ છે. આગામી સમયમાં આવી ઘટના બનશે, તો શસ્ત્રો લેતા અચકાશે નહી, અને જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે.

(2:45 pm IST)