Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

૧ર ઓકટોબરઃ વર્લ્ડ આર્થરાઇટીઝ ડે

સાદી પણ, સારી અને સાચી સમજણ

આર્થરાઇટીસઃ શરીરનાં દરેક હાડકાનાં સાંધાની વચ્ચે રહેલી ગાદી (કાર્ટ્રીલેજ)નો ઘસારો

સાંધાની રચનાઃ મનુષ્ય શરીરમાં ર૦૬ હાડકાંની રચના શરીરને આધાર આપે છે. આ હાડકાંઓ એક બીજા સાથે સાંધાથી જોડાઇ દરેક પ્રકારની ક્રિયાઓ કરે છે. આ રચનાને સમજવા માટે પાઇપ+વાયરસ+દોરાં+નળ એ ઉત્તમ ઉદાહરણ છે.

જે પ્રમાણે વર્ષો વિતવાથી વાયસર કટાવા લાગે, ખારાશવાળાં પાણીનાં કારણે પાઇપ ખોખલા થવા લાગે યા દોરાનાં તાણીયાં નબળા પડવા લાગે એ જ પ્રમાણે શરીરમાં પણ ઉંમર વિતવાથી ઢાંકણી ઘસાવા માંડે, યા હાડકાં પોલા થવા માંડે યા સ્નાયુ નબળા પડવા લાગે એટલે. કે આ બિમારી થવા લાગે. આ પ્રક્રિયા એટલે સંધિવા-Osteo Arthritis.

સાંધાની ક્રિયાઃ નાની ઘડિયાલથી માંડી મોટાં મસ મશીનોની કામગીરી બોલ-બેરીંગની ક્રિયાથી ચાલતી હોય છે. આ બોલ અને બેરીંગ બરાબર એક બીજા પર સરકે એ માટે નિયમીત ગ્રીસીંગ કરવું પડે. એ જ પ્રમાણે શરીરનાં બોલ બેરીંગને નિયમીત ઓઇલીંગ આપવું પડે. સાંધાને મળતું આ ઓઇલીંગ ખુટવા લાગે એટલે કટક-કટક અવાજ શરૂ થઇ જાય, સાંધા ઝકડાઇ જાય, કામકાજ કરવામાં કષ્ટ પડે, દુઃખાવા થાય, કામ ન કરાવીએ તો સોજી જાય, સ્નાયુ બરડ-ચવડ થઇ ખેંચાતા થઇ જાય. આ બિમારીની પ્રક્રિયા એટલે આમવા-Rhecmato Arthritis.

આર્થરાઇટીસ થવાનાં કારણો

(૧) ક્ષારઃ ખારાશવાળાં હવામાન, પાણી, ખાનપાન

(ર) બાંધોઃ નીચું શરીર, ફુલાયેલો ઘેરાવો

(૩) ઠંડકઃ ઠંડા પાણીએ નહાવાનું, એસી.માં સુવાનું.

(૪) ખામીઃ ખોરાકનાં પાચનની નબળાઇથી પોષણનો અભાવ.

(પ) દુરૂપયોગઃ શરીરને સાચવણ વિનાનો ઉપયોગ.

આર્થરાઇટીસનાં ઉપાયોઃ

(૧) ખોરાકઃ કાળાં તલ, ગોળ, ખજૂર વગેરે ગરમાવો.

(ર) દિનચર્યાઃ ઉષ્ણધારા, સૂર્યતાપ, સુબાસન

(૩) વ્યાયામઃ કસરત, યોગાસન, ફીઝીયોથેરાપી, પંચકર્મ

(૪) પંચકર્મઃ અભ્યંગ, સ્વેદન, બસ્તિ ક્રિયા

(પ) ઓસડઃ નગોડ, આંકડો, અશ્વગંધા, મેથીકા, બલદાણા

(૬) રસૌષધિઃ શિલાજીત, ગુગુલુ, દશમૂલ, સ્વર્ણ ભસ્મ.

સમાજમાં જાગરૂકતાઃ મોર્ડન મેડિકલ સાયન્સ મુજબ આ Age related Progressive irriversible Degenerative Disorder છે. માટે આયુર્વેદ-પંચકર્મ સારવાર ''સાંધાને સાચવશો તો જ એ શરીરને સાચવશે.'' પંચકર્મ સારવાર પધ્ધતિમાં Body purification, Detoxification, Rejuvenation દ્વારા સાંધાને oiling, lubricating treatment એ પ્રમાણે શરીર ને લાભ આપે છે, જે પ્રમાણે સર્વિસ કરાવવાથી વાહનની સ્પીડ, સાઉન્ડ તથા એવરેજમાં લાભદાયી સુધારો જોવા મળે છે.

ડો. કેતન ભીમાણી

(એમ.ડી. આયુ.)

પંચકર્મ સ્પેશ્યાલીસ્ટ

મો. ૯૪ર૮૭ ૮૮પર૭

(2:47 pm IST)