Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જગદીશ, જયરાજ અને ચતુર પકડાયા

તાલુકા પોલીસે એ.જી. ચોકમાંથી બે અને સત્યસાંઇ હોસ્પિટલ પાસેથી એકને ઝડપી લીધો

રાજકોટ તા. ૧રઃ આઇ.પી.એલ.ના ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. બી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, હેડ કોન્સ. વિજયગીરી, કોન્સ. અરજણભાઇ, વિરેન્દ્રસિંહ જાડેજા, મનિષભાઇ, રવિરાજભાઇ, કિશનભાઇ, હર્ષરાજસિંહ તથા રૂપેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ એન. ડી. ડામોર, ભગિરથસિંહ અને હર્ષરાજસિંહને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ મેઇન રોડ પર સગુન રેસીડેન્સીની સામે પટેલ પાન પાસે દરોડા પાડી ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ચતુર ગણેશભાઇ ભીમાણી (ઉ.વ.૪૮) (રહે. શગુન રેસીડેન્સી બ્લોક નં. ૮) ને પકડી લઇ મોબાઇલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં પીએસઆઇ એન. કે. રાજપુરોહીત તથા જયંતીભાઇ રાઠોડ સહિતે બાતમીના આધારે કાલાવડ રોડ, એ.જી. ચોક પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જગદીશ મોહનભાઇ સોલંકી (ઉ.વ. ૩૪) (રહે. શકિત સોસાયટી શેરી નં. ૪ મોરબી રોડ) અને જયરાજ દિનેશભાઇ સોલંકી (ઉ.વ. ૩ર) (રહે. ચંપકનગર-૪ પેડક રોડ) ને પકડી લઇ રૂ. ૭પ૦ ની રોકડ તથા મોબાઇલ બે કબ્જે કર્યા હતા.

(2:51 pm IST)