Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ પરના ડિવાઇડર પર જુના સારા વૃક્ષો ઉખેડાયાઃ લોક રોષ

નવા ઝાડ વાવ્યાઃ ડિવાઇડરો ભાંગીને ભુક્કાઃ તંત્ર અજાણ

શહેરનાં કોટેચા ચોકથી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ તરફ જતા રસ્તા પરનાં ડિવાઇડરમાં જુના સારા વૃક્ષ કાઢી નાખી નવા ઝાડ લગાવાયા છે ત વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૨: શહેરનાં સૌરાષ્ટ્ર હાઇકસ્ુલ વિસ્તારનાં ડિવાઇડર પરનાં  જુના સારા વૃક્ષો કાઢી નવા વૃક્ષો વાવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે તંત્ર અજાણ હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરને લીલુછમ બનાવવા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સંસ્થાનાં સહકારથી વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પરંતુ કોટેચા ચોકથી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ તરફ જતા રસ્તા પરનાં ડિવાઇડરમાં સંસ્થા દ્વારા સારી રીતે વૃક્ષો ઉછેરી સાચવણી કરવામાં આવી રહ્રી હતી. દરમિયાન એકા એક આવા સારા વૃક્ષો કોઇએ કાઢી નાંખતા વૃક્ષ પ્રેમીઓમાં લોક રોષની લાગણીઓ જોવા મળી રહ્રી  છે.

આ બાબતે મ્યુ.કોર્પોરેશનનાં જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા  ફોન રિસીવ થયો ન હતો. જયારે તંત્ર અજાણ હોવાનું  સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

(3:32 pm IST)