Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલનું ડીજીપીના હસ્તે અનાવરણ

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર કચેરીમાં આવેલા કોન્ફરન્સ હોલનું રિનોવેશન કરવામાં આવ્યા બાદ તેનું અનાવરણ ડીજીપી શ્રી આશિષ ભાટિયાના હસ્તે શનિવારે કરવામાં આવ્યું હતું. રિનોવેટેડ હોલનું રિબીન કટ કરી અનાવર કરી રહેલા ડીજીપીશ્રી ભાટિયા તથા સાથે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી સહિતના અધિકારીઓ જોઇ શકાય છે.

ડીજીપીની પોલીસ કમિશનર સાથે સમિક્ષા સાથે પીઆઇ, પીએસઆઇને એવોર્ડ એનાયત

. રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટિયા શનિવારે રાજકોટ આવ્યા ત્યારે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાથે ક્રાઇમ તથા વહિવટી બાબતોની સમિક્ષા કરી હતી. તે વખતે શહેર પોલીસે કરેલી એનડીપીએસ, મિસીંગ પર્સન, નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી, પાસા, સમયાંતરે ડ્રાઇવ ગોઠવીને થતી કાર્યવાહીની ડીજીપીશ્રી ભાટિયાએ પ્રશંસા કરી હતી. તેમજ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તણાવમુકત કરહે તે માટે ખાસ કાળજી રાખવા અને પોલીસ વેલફેર પર વધુ ભાર મુકવા સુચનો કર્યા હતાં. વર્ષ ૨૦૧૯માં ક્રાઇમ રેટ ઘટ્યો તેની પણ તેમણે ખાસ નોંધ લીધી હતી. બાળ તસ્કરી, બાળકીનું ખૂન, બાયોડિઝલ, ગુજસટોક, રેમડેસિવિર ઇન્જેકશન કોૈભાંડ, વ્યાજખોરી સહિતની કામગીરી પણ વખાણી હતી. આ ઉપરાંત પ્રસંશનિય કામગીરી કરનારા  યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા, બી-ડિવીઝન પીએસઆઇ એમ. એફ. ડામોરને ડીજીપીશ્રીના હસ્તે ઇ-કોપ ધ મંથ એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

(3:33 pm IST)