Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને વાંકાનેરમાં રીક્ષામાં મુસાફરોના પૈસા ચોરતી બેલડી ઝડપાઇ : પાંચ ગુનાનો ભેદ ખૂલ્યો

કિશન તેની સાસુ મંજુ અને મિત્ર સુનિલ સાથે મળીને મુસાફરોને ટાર્ગેટ બનાવતો હતો : બી-ડીવીઝન પોલીસે બંનેને નવાગામ પાસેથી દબોચ્યા

કેમેરામાં પકડાઇ નહીં તેથી રીક્ષાના નંબર પણ જાખા કરી નાખ્યા'તા

રાજકોટ, તા.૧ર : શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃદ્ધો અને પરપ્રાંતિય મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતા રીક્ષા ગેંગના બે શખ્સોને બી-ડીવીઝન પોલીસે પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ જવાગામ રોડ પાસે ચોરીમાં વપરાયેલી રીક્ષા લઇને કેટલાક શખ્સો નીકળ્યા હોવાની બી-ડીવીઝનપોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મીતેષભાઇ આડેસરા અને જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, સીરાઝભાઇ ચાનીયા, જયદીપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ વાઘીયા, ભાવેશભાઇ પટેલ, પરેશભાઇ સોઢીયા, મનોજભાઇ ગઢવી, મિતેશભાઇ આડેસરા, ચાપરાજભાઇ ખવડ સહિત વોચમાં  હતા ત્યારે ત્યાંથી પસાર થતી જીજે-૩-બીએકસ-૪૪૯૬ નંબરની રીક્ષાને શંકાના આધારે રોકી રીક્ષા ચાલક અને પાછળ બેઠેલા શખ્સનું નામ અને લાયસન્સ તથા રીક્ષાના કાગળો માગતા બંનેશખ્સો ગલ્લાતલ્લા કરવા લાગતા પોલીસે બંનેના નામ પૂછતા કિશન વિનુભાઇ દેત્રોજા (ઉ.વ.રપ) (રહે કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટરની પાછળ અને સુનીલ વિનોદભાઇ ચાવડા (ઉ.ર૩) (રહે. શાપર ચોકડી તીલાવા ગેઇટ અંદર ભાડેથી મૂળ ગોંડલ વિજયનગર મફતીયાપરા) નામ આપ્યા હતા. બંનેની તલાશી લેતા રૂ.પ૭,પ૦૦ની રોકડ મળી આવતા પોલીસે બંનેની આકરી પૂછપરછ કરતા બે દિવસ પહેલા એક વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચૂકવી રૂ. ૮૮ હજાર સેરવી લીધા હોવાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી હતી. સુનિલ ચાવડા મિત્ર કિશન દેત્રોજાને રીક્ષા ભાડે ચલાવવા આપતો હતો અને કિશન તથા તેની સાસુ મંજુ ધીરૂભાઇ રાઠોડ અલગ-અલગ વિસ્તારમાં વૃદ્ધ અને પરપ્રાંતિય મુસાફરોને ઓછા ભાડુ કરીને રીક્ષામાં વચ્ચે બેસાડતા હતા અનેે 'પગમાં સળીયા છે, ઉલ્ટી થાય છે, આઘાપાછા ખસો' તેમ અલગ-અલગ બહાના કાઢી નજર ચૂકવી પૈસા સેરવી લીધા બાદ કોઇપણ બહાનું કરીને મુસાફરોને ઉતારીને નાશી જતા હતાં.

કિશન દેત્રોજા અગાઉ ગાંધીગ્રામ, ભકિતનગર, થોરાળા અને મોરબીમાં તેમ આઠ ગુનામાં પકડાઇ ચૂકયો છે અને પાસામાં પણ જઇ ચૂકયો છે. જયારે સુનિલ એ-ડીવીઝન પોલીસ મથકમાં અને મંજુ રાઠોડ ગાંધીગ્રામમાં બે અને ગોંડલમાં એક ગુનામાં પકડાયા બાદ તેનો પાસા પણ થઇ હતી. બંને શખ્સોએ સુરેન્દ્રનગરમાં વૃદ્ધાના રૂ.૩૦૦૦, વાંકાનેરમાં વૃદ્ધના રૂ. ૭૦૦૦, મોરબી પાડાપુલ પાસેથી પેસેન્જરના રૂ.૬૯૦૦ અને મોરબી લાતીપ્લોટમાથી વૃદ્ધના રપ૦૦ ચોરી લીધા હોવાની કબુલાત આપી હતી.

(3:35 pm IST)