Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

હાથરસની ઘટનાના પડઘા

સરકાર અમારી રક્ષા કરવામાં સક્ષમ નથીઃ દેશની હાલત કથડાયેલી છેઃ અમને છરી-ગન-લાકડી રાખવાની પરવાનગી આપો

કલેકટર સમક્ષ મીતલ પરમાર અને અન્ય મહિલાઓ ઉમટી પડીઃ આવેદન આપી લાયસન્સની માંગણી

 

સામાજીક એકતા જાગૃતી મીશન હેઠળ શહેરની યુવતીઓ તથા મહીલાઓએ હથીયાર રાખવા પરવાનગી માંગી આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા., ૧રઃ સામાજીક એકતા જાગૃતી મિશનના પ્રવીણભાઇ સોંદરવા અને મીતલબેન પરમાર તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી દેશની બેન-બેટીઓને હથીયારનો પરવાનો આપવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે હાલમાં હાથરસની ઘટનાને ધ્યાનમાં રાખીને દેશમાં તંગ વાતાવરણ સર્જાર્યુ હોય દેશની બહેનો-દીકરીઓ અસલામતીનો ડર અનુભવતા હોય ત્યારે તેના સ્વરક્ષણ માટે હથીયારની પરમીશન મેળવવી તે ફરજીયાત થતું હોય તેથી મિતલબેન પરમારને હથીયારનું લાયસન્સ આપવા બાબતે માંગણી છે.

આવેદન તથા રજુઆતમાં મીતલ પરમારે જણાવેલ કે ભારત દેશની હાલની કથડાયેલી કાયદા વ્યવસ્થાને ધ્યાને લઇને અમે અમારા આત્મરક્ષણ માટે છરી-ચાકુ-તલવાર-બંદુક-ગન-રીવોલ્વર-લાકડી રાખવા માંગતા હોય પરમીશન આપવા અરજી કરી છે.

તેમજ હાલની સરકાર અમારી રક્ષા અંગે અસક્ષમ હોય તેવું લાગે છે આથી અમને કરાટે-લાકડી-બંદુક ચલાવવાની તાલીમ આપો. તેમજ હથીયાર રાખવા પરવાનગી આપો તેવી માંગણી કરાયેલ, આવેદન આપવામાં અન્ય યુવતીઓ-મહિલાઓ પણ જોડાઇ હતી, દેખાવો યોજી આક્રોશ વ્યકત કરેલ હતો.

(3:35 pm IST)