Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

બગીચા સહીતના જાહેર સ્થળો દિવાળી સુધી નહી જ ખૂલે

અર્વાચીન દાંડિયા રાસના આયોજનો બંધ રહેતા મ્યુ.કોર્પોરેશનને રપ લાખની આવક ગુમાવવી પડશે

રાજકોટ તા.૧ર : કોરોના કાળમાં લોકડાઉનથીજ જાહેર બગીચા-ઉદ્યાનો, સંગ્રહાલયો, ઝૂં વગેરે જેવા જાહેર હરવા-ફરવાના સ્થળો ઉપર પ્રતિબંધ ફરમાવી દિધો હતો દરમિયાન કેન્દ્ર સરકારે અનલોક-પમાં આવા જાહેર સ્થળો ખોલવાની છુટ જે-તે શહેરમાં કે તેના સંક્રમણની સ્થીતીને ધ્યાને લઇ અને આપવા માર્ગદર્શીકા જાહેર કરી છે ત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશને દિવાળી સુધી આવા જાહેર સ્થળો નહી ખોલવા નિર્ણય લીધો છે. આથી દિવાળી સુધી બાગ-બગીચા વગેરે ઉપર પ્રતિબંધ યથાવત રહેશે.

આ અંગે સતાવાર સુત્રોના જણાવાયા મુજબ કોરોના કાળમાં માર્ચ મહીનામાં લોકડાઉન લાગુ થયેલ ત્યાર બાદ એપ્રિલ મહીના સુધી સખ્ત લોકડાઉન ચાલ્યુ અને પછીથી અનલોક-૧, અનલોક-ર, અનલોક-૩, અનલોક-૪ અને હવે અનલોક-પ એ પ્રકારે કેન્દ્ર સરકારે છુટછાટ આપવાનું શરૂ કરી છે. પરંતુ આ છુટછાટ જે-તે શહેરમાં કોરોના સંક્રમણની સ્થતીને ધ્યાને લઇને જ આપવી તેવી માર્ગદર્શીકા છે.

આથી રાજકોટ મ્યુ.કોર્પોરેશને શહેરમાં રેસકોર્ષ-જયુબેલી સહીતના જાહેર બગીચાઓ અન્ય નાના-મોટા ઉદ્યાનો, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રહાલય, વગેરે જેવા જાહેર સ્થળો હાલમાં કોરોના સંક્રમણ યથાવત હોવાથી દિવાળી સુધી બંધ રાખવામાં આવશે.

કેમ કે જો આવા સ્થળો ખોલવામાં આવે તો નવરાત્રી-દિવાળીના તહેવારોમાં લોકોના ટોળા ભેગા થવાની પૂરે પૂરી સંભાવના છે. અને જો આવુ થાય તો કોરોના સંક્રમણ વધવા માંડે અને સ્થીતી ફરી કાબૂ બહાર જાય તેવી ભીતી છે. આથી દિવાળી સુધી બગીચાઓ નહી ખોલવા તંત્રએ નિર્ણય લીધો છે.

દરમ્યાન કોરાના કાળમાં આ વર્ષે મ્યુ.કોર્પોરેશનના ૬ થી ૭ મેદાનોમાં અર્વાચીન દાંડિયા રાસના આયોજનો પણ બંધ રહેશે જેના ભાડાની આવકના રૂ.રપ લાખ જેટલી આવક પણ તંત્રે ગુમાવવી પડશ.ે

(3:36 pm IST)