Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટ નાગરીક બેંકની સ્પષ્ટતા

આર.બી.આઇ.ના નિયમ મુજબ કોઇપણ બેંક ૧૫ ટકાથી વધુ ધિરાણ આપી ન શકે

મોરેટોરીયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો,આ મહિનાના અંત સુધીમાં નાની લોન તુરંત ચાલુ થઇ જશેઃ વિનોદકુમાર શર્મા

રાજકોટઃ હાલમાં લોન આપવાની કામગીરી બંધ હોય આ સંદર્ભે રાજકોટ નાગરીક સહકારી બેંકના જનરલ મેનેજર - સીઇઓ શ્રી વિનોદકુમાર શર્માએ સ્પષ્ટતા સાથે યાદીમાં જણાવાયું છે કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ બેંક કોઇપણ એક પ્રકારની અંદર ૧૫ ટકાથી વધુ ધિરાણ ન આપી શકે.

બેંકની હાઉસીંગ લોન જેમાં બિલ્ડરને ધીરાણનો પણ સમાવેશ થતો હોય છે. જેમાં બેંક હમેંશા ૧૪ ટકા આસપાસ ધિરાણ કરતી હોય છે.

પરંતુ માર્ચ માસમાં કોવિડ-૧૯ને કારણે લોકડાઉન જાહેર થયા પછી આર.બી.આઇ.એ મોરેટોરીયમ આપવાની ૩-૩ માસની બે વાર જાહેરાત કરી. આમાં સુપ્રિમકોર્ટે ૧ માસ વધાર્યો. આમ ૭ માસના મોરેટોરીયમને કારણે ધિરાણના હપ્તા ખુબ જ ઓછા આવ્યા. અમે નાની લોન ચાલુ રાખી હોય ૧૫ ટકા પહોંચી જવાને કારણે થોડા સમય માટે બેંકને લોન અટકાવવાની ફરજ પડી છે.

 હવે મોરેટીયમ પીરીયડ પુરો થઇ ગયો છે. હપ્તા આવવાના ચાલુ થઇ ગયા છે. આ માસના અંત સુધીમાં વ્યવસ્થિત થઇ જવાની આશા છે અને નાની લોન તુરત ચાલુ કરી શકીશું બેંક પાસે તરલતા વધુ છેે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત ૩૭૦ કરોડથી વધુ ધિરાણ કરેલ છે અને ૫૦૦ કરોડનો લક્ષ્યાંક છે. જેમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને ૧૮ ટકાથી વધુ ધિરાણ સાથે નાગરીક બેંક છે અને હજુ પણ પુરલી તરલતા છે. તેમ બેંકના  જી.એમ. સી.ઇ.ઓ.શ્રી  વિનોદકુમાર શર્માએ અંતમાં જણાવ્યુ છે.

(3:37 pm IST)