Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટ શહેર કે જીલ્લાની એક પણ કોવીડ-૧૯ ખાનગી હોસ્પીટલને બંધ કરવાની મંજૂરી આપી નથી અને આપવાના પણ નથી....

એડી.કલેકટરની સાફ વાતઃ આના માટે આખી ખાસ કોરકમીટી છેઃ પત્રકારોને નિર્દેશ

રાજકોટ તા.૧ર : રાજકોટની બે નિલકંઠ અને એક દિયએમ ત્રણ ખાનગી કોવીડ-૧૯ હોસ્પીટલે કોરાના સ્થિતિ સૂધરતા, બેડો ખાલી રહેતા ઓછા દર્દી વિગેરે જોતા જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા આરોગ્ય તંત્ર પાસે કોવીડ-૧૯ હોસ્પીટલની મંજુરી માંગી અને તંત્ર દ્વારા તે મંજુરી અપાઇ તેવા અહેવાલો સંર્દભે આજે એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમારી પાસે આવી કોઇ અરજી આવી નથી, તંત્રે કોઇ આવી મંજુરી આપી નથી, અને એક પણ ખાનગી કોવીડ હોસ્પિટલને બંધ કરવાની હાલ કોઇ મંજુરી આપવાના નથી.તેમણે જણાવેલ કે હજુ નવેમ્બર-ડીસેમ્બરમાં શું થાય, શીયાળો આવે છે ત્યારે શું થાય, તે જોવું જરૂરી છે.

શ્રી પરીમલ પંડયાએ જણાવેલ કે ખાનગી હોસ્પીટલને કોવીડ-૧૯ અંગે બંધ કરવા અંગે સતા સ્પે. કોર કમીટીને છે, આખી એક કોર કમીટી છે, જેમાં જીલ્લા કલેકટરશ્રી, મ્યુ.કમિશનરશ્રી,  સ્પે. અધીકારી મુકાયેલા તે રાહુલ ગૂપ્તા અને ડીડીઓ શ્રી રાણાવસીયાનો સમાવેશ થાય છે, આ કમીટી ફાઇનલ કરે બાદમાં જ ખાનગી હોસ્પીટલ કોવીડ-૧૯ હોસ્પીટલ બંધ કરી શકશે.

(3:39 pm IST)