Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

તારી રોટલી મમ્મી જેવી નથી થતી, તું અપશુકનીયાળ છે કહી અવધ પાર્કમાં ચંપાબેન મારૂને ત્રાસ

પતિ હાર્દિક, સસરા પ્રવિણભાઇ, સાસુ દિનાબેન, દિયર હર્ષિત, ઉદય, પુનીત અને કાકાજીના દીકરા ઉમંગ સામે ગુનો

રાજકોટ, તા., ૧૨: ખોરાણા ગામમાં માવતરની ઘરે રહેતી પરીણીતાને રેલનગરના સંતોષીનગર અવધ પાર્કમાં રહેતા પતિ, સાસુ,સસરા અને ચાર દિયર સારી રોટલી મમ્મી જેવી નથી થતી તું અપશુકનીયાળ છો કહી મેણા ટોણા મારી કરીયાવર બાબતે શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોરાણા ગામમાં માવતરના ઘરે રહેતા ચંપાબેન હાર્દિકભાઇ મારૂ (ઉ.વ.૩૦)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જીલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં આવેલા કવાર્ટર નં. રમાં રહેતા પતિ હાર્દિક પ્રવિણભાઇ મારૂ, સસરા પ્રવિણભાઇ નાનજીભાઇ મારૂ, સાસુ દિનાબેન પ્રવિણભાઇ મારૂ, દિયર હર્ષિત પ્રવિણભાઇ મારૂ, ઉદય પ્રવિણભાઇ મારૂ, પુનીત પ્રવિણભાઇ મારૂ તથા ભાવનગર વિદ્યાનગરના કાકાજી સસરાના દિકરા ઉમંગ રમેશભાઇના નામ આપ્યા છે. ચંપાબેન મારૂએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના તા. ૧૦-ર-૧૯ના રોજ હાર્દિક મારૂ સાથે લગ્ન થયા હતા લગ્નના ત્રીજા જ દિવસે પતિએ કહેલ કે તારી રોટલી મમ્મીની રોટલી જેવી નથી થતી તેમ કહી માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. લગ્નના ત્રણ માસ બાદ પ્રેગ્નેન્સીમાં મીસકેરેજ થઇ ગયેલ અને સાસુ-સસરા અને દિયર નાની-નાની બાબતમાં ઝઘડાઓ કરતા અને  પોતાને પિયરેથી વધુ કરિયાવર લાવવા માટે દબાણ કરતા અને માવતર ગરીબ હોઇ જેથી પોતે કરીયાવર લાવવાની ના પાડતા તો પતિ-સાસરીયાવાળા પોતાને શારીરિક માનસીક ત્રાસ આપતા અને કાકાજીના દિકરા ઉમંગ પોતાના ઘરે અભ્યાસ કરતો હોઇ તેથી તે પણ નાની - નાની વાતમાં ટોર્ચર કરતા અને પતિને દારૂ પીવાની ટેવ હોઇ તેથી તે દારૂ પી ઘરે આવી ઝઘડો કરતો હતો. તથા સાસુ પોતાને રોકટોક કરતા અને પતિ તથા સસરા કહેતા કે તુ અપસુકનિયાળ છો તુ ઘરમાં આવી પછી અમારે ઘણું દેવુ થઇ ગયેલ છે. અને પતિને દેણુ વધી ગયેલ હોવાથી પતિના કહેવા પ્રમાણે પોતે માવતરેથી કટકે - કટકે રૂ. ૧ લાખ પતિને આપેલ. તે પણ પરત કર્યા ન હતાં. અને સાસુ-સસરા ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરતા તેથી પોતે આ ત્રાસના કારણે ત્રણ વખત રીસામણે પણ ગયા હતાં છએક મહિના પહેલા સસરાએ પોતાના માવતરેથી પૈસા લાવવા કહેતા પોતે નાપાડતા તેથી તેણે ઝઘડો કરતા પતિ પોતાને માવતરે મુકી ગયેલ બાદ આજદીન સુધી તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસ આઇ. આર. એ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)