Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

1રાજકોતમાં એડવોકેટ જીગ્નેશ જોષી વકીલાત સાથે ઉનાની ભટૃ લો કોલેજમાં નોકરી કરતા હોવાનું સાબીત થતા ચકચાર

હવે એનરોલમેન્ટ કમીટી નિર્ણય લેશે

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનું રવિવારે ચેરમેન શંકરસિંહ ગોહીલ, એક્સી. ચેરમેન ભરત ભગત, પુર્વ ચેરમેન દીપેન દવે, અનીલ કૈલા, દીલીપ પટેલ, કરણસિંહ વાધેલા સહીતના હોદેદારોની હાજરીમાં બોર્ડ મળેલ હતુ. આ બોર્ડમાં ભટૃ લો કોલેજ ઉનામાં રાજકોટના એડવોકેટ જીગ્નેશ જોષી વકીલાત સાથે નોકરી કરતા હોવાનું રેકર્ડ દસ્તાવેજી પુરાવાયુનીવર્સીટીએ રજુ કરતા તમામ મેમ્બરો ચોકી ગયા હતા.બાર કાઉન્સીલ એનરોલમેન્ટ રૂલ્સ મુજબ કોઈપણ વ્યકિત વકીલાતની સાથે કોઈ નોકરી ધંધો કરી શકે નહી પરંતુ રજુ થયેલ રેકર્ડ   જોતા વકીલ જીગ્નેશ જોષી કાયમી નોકરી કરતા હોવાનું અને પગાર ચેકથી વાઉચરમાં સહી કરી મેળવેલ હોવાનું ખુલતા તેની ફરીયાદ એનરોલમેન્ટ કમીટીને મોકલવામાં આવેલ હતી.

આ રેકર્ડમાં અન્ય બે વકીલ હોવાથી બાર કાઉન્સીલ ગુજરાતે તમામ લો કોલેજને પત્ર લખી અને લો કોલેજમાં વકીલાત સાથે કાયમી નોકરી કરતા તમામ વકીલોની માહીતી એકત્ર કરવાનું સર્વાનુમને ઠરાવામાં આવેલ હતુ અને તમામ લો કોલેજમાં જેટલા પણ વકીલ પરમેનન્ટ કામ કરતા હશે તે તમામની સામે બાર કાઉન્સીલ એનરોલમેન્ટ રૂલ્સની હેઠળ કાર્યવાહી કરશે તેમ મેમ્બર કીશોરભાઈ ત્રિવેદી, નલીન પટેલ, હીતેશ પટેલ, મુકેશ કામદાર, ગુલાબખાન પઠાણ, પી.ડી. પટેલ, અનીરૂઘ્ધસિંહ ઝાલા,આર.એન. પટેલ, જીતુભાઈ ગોળવાળાએ નકકી કરેલ હતુ.બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઘ્વારા જનરલ બોર્ડમાં કડક વલણ અખત્યાર કરવામાં આવતા ગુજરાતમા અનેક લો કોલેજમાં રેકર્ડ ઉપર વકીલાત સાથે નોકરી કરતા વકીલોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે. આ મીટીંગમા મેમ્બર પરેશ જાની, પરેશ વાધેલા, રણજીતસિંહ રાઠોડ સહીતના મેમ્બરોએ એક સુર પુરાવી કડક કાર્યવાહી કરવાનો નીર્દેશ આપેલ.

(10:11 pm IST)