Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ર૬ મીએ BSNL કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ

રાજકોટના રપ૦-ગુજરાતના ૬ હજાર સહીત દેશના ૭૦ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાશે : ૪-જી સેવા-પેન્શનરોના પ્રશ્નો-પગાર અનિયમીત-લેબર લોઝમાં સુધારા-ખાનગીકરણ સહીત એક ડઝન મુદ અંગે વિરોધ વંટોળ

રાજકોટ, તા., ૧૨: આગામી ર૬ મી નવેમ્બરે રાજકોટ સહીત દેશભરમાં બીએસએનએલ કર્મચારીઓની ૧ દિવસની હડતાલ યોજાશે અને તમામ વહીવટી કામગીરી ઠપ્પ થઇ જશે તેમ યુનીયન આગેવાનોએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે રાજકોટ સર્કલના રપ૦, ગુજરાતના ૬ હજાર અને દેશના ૭૦ હજાર બીએસએનએલ કર્મચારીઓ એક ડઝન જેટલા મુદ્દા અંગે હડતાલ પાડશે.

અનેક વખત રજુઆતો છતા મહત્વના પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ નથી અને બીએસએનએલના તમામ યુનીયનોએ એકી સાથે સામુહીક રીતે ર૬ નવેમ્બરે હડતાલની જાહેરાત કરી છે.

બીએસએનએલનું ખાનગીકરણ, લેબર એકટમાં થયેલા સુધારા, અનિયમીત પગાર, કોન્ટ્રાકટર લેબરોનું વેતન અનિયમીત, પેન્શનરોના પ્રશ્નો, મેડીકલ પેમેન્ટ, ૪-જી સેવામાં વિલંબ, લેબર લોઝના  સુધારાનો વિરોધ સહીતના પ્રશ્નો અંગે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરશે. આ ઉપરાંત ર૬ મી પહેલા પણ ધરણા-દેખાવો-સુત્રોચ્ચાર સહીતના કાર્યક્રમો યોજાશે.

(11:34 am IST)