Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલ રોગ કલ્યાણ સમિતિના કાઉન્સીલર તરીકે ઉપલેટાના જયેશ ત્રિવેદી

૪ ટર્મથી ચુંટાતા સેવાભાવી યુવાનની પસંદગીથી સેવાકીય પ્રવૃતિને વેગ મળશે

ઉપલેટા તા.૧૨ : સૌરાષ્ટ્રની સૌથી મોટી  હોસ્પિટલ એવી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ રાજકોટના રોગી કલ્યાણ સમિતિના કાઉન્સીલર તરીકે ઉપલેટાના સેવાભાવી સામાજિક કાર્યકર એવા જયેશભાઈ ત્રિવેદીની ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિયુકિત કરવામા આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી શિક્ષણ વિભાગ હેઠળની મેડિકલ કોલેજો અને સલગ્ન સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની રચના કરવામાં આવતી હોય છે.જેમાં જે સેવાકીય પ્રવૃત્ત્િ। સાથે ઉજવળ હકારાત્મક કાર્ય કરતા હોય તેવા લોકોની કાઉન્સિલર તરીક  નિયુકિત કરવામાં આવતી હોય છે જેમાં ઉપલેટામાંથી સતત ૪ ટર્મથી સુધરાઇ સભ્ય તરીકે ચૂંટાતા છેલ્લા ૨૦ વર્ષથી આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સૌરાષ્ટ્રના લોકો માટે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરતા જયેશભાઈ ત્રિવેદીની ગવર્નિંગ બોડીમાં નિયુકિત કરવામા આવી છે આ સેવાભાવી યુવાનની નિયુકિતને સમગ્ર જિલ્લાના આગેવાનો તથા મિત્રોએ આવકાર એલ છે.

જયેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે મારી આ નિયુકિતથી સેવા કરવાનો એક અનેરો અવસર પ્રાપ્ત થયેલ છે કારણ કે આ સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં  સામાન્ય સારવારની સાથે સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ પણ દર્દીઓ માટે કાર્યરત છે અને સૌથી મોટી હોસ્પિટલનો દરજ્જો ધરાવે છે.

(11:35 am IST)