Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રેસકોર્ષ લવગાર્ડન પાસે યુવતીઓ સામે ઇશારા કરી પરેશાન કરનારા બે શખ્સો પકડાયા

ક્રાઇમ બ્રાંચની ટીમે નયન સોભરાજ અને રમઝાન શેખને દબોચ્યા

રાજકોટ તા. ૧રઃ શહેરના રેસકોર્ષ લવગાર્ડનમાં કપલ તથા યુવતીઓ સામે ઇશારા કરી ખરાબ શબ્દો ઉચ્ચારી પરેશાન કરનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધા હતા.

મળતી વિગત મુજબ રેસકોર્ષમાં લવગાર્ડનમાં બેઠેલા કપલો તેમજ યુવતીઓને અજાણ્યા શખ્સો ઇશારા કરી ખરાબ વર્તન કરતા હોવાની અવારનવાર પોલીસમાં થતી રજુઆતના પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડ કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, સુભાષભાઇ, રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ, શકિતસિંહ, મહિલા લોકરક્ષક મીતલબેન, શીવાનીબેન, હેતલબેન તથા તેજલબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે લવગાર્ડનમાં બે શખ્સો ગાર્ડનમાં બેસવા આવતા કપલ અને યુવતીઓ સામે ખરાબ ઇશારા કરી ખરાબ શબ્દો બોલીને પરેશાન કરતા નજરે પડતા ક્રાઇમ બ્રાંચની ટીમે બંને શખ્સોને પકડી પૂછપરછ કરતા બંનેએ પોતાનું નામ નયન ગોવીંદભાઇ સોભરાજ (ઉ.વ.રર) (રહે. પોપટપરા સેન્ટ્રલ જેલની પાછળ મફતીયા પરામાં) અને રમઝાન સકુરભાઇ શેખ (ઉ.વ.ર૦) (રહે. પરસાણાનગર) આપ્યા હતા. બાદ બંનેને પ્ર.નગર પોલીસ મથકમાં સોંપવામાં આવતા બંનેની ધરપકડ કરી એએસઆઇ કનુભાઇ તથા પરાક્રમસિંહએ કાર્યવાહી કરી હતી.

(2:43 pm IST)