Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

૭૬ વર્ષના મંજુલાબેને કોરોનાને હરાવ્યો : સીવીલ હોસ્પિટલની શ્રેષ્ઠ સેવાથી ગદ્દગદીત

રાજકોટ તા. ૧૨ : કોવિડ સેન્ટર સીવીલ હોસ્પિટલની સેવા કેટલી કાબીલે દાદ છે તેનો જાત અનુભવ અહીંના જયોતિનગરમાં રહેતા મંજુલાબેન આર. કાચા (મો.૯૯૭૯૧ ૦૨૩૯૦) એ જાતે વર્ણવ્યો છે. તેઓએ એક યાદીમાં જણાવેલ છે કે મને કોરોનાનો એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવતા જ ગભરાઇ ગઇ હતી. પરંતુ મને એવી સલાહ મળી કે રાજકોટની સીવીલ હોસ્પિટલની સેવા સારી છે. મે ત્યાં જવા મન બનાવ્યુ. તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સમાં મને સીવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. મારામાં ચાલી શકવાની પણ શકિત નહોતી. પરંતુ ત્યાં જતાની સાથે જ ડોકટરથી માંડીને નર્સીંગ સ્ટાફ દ્વારા મને સાંત્વના આપવામાં આવી કે બા જરાય ગભરાતા નહીં અમે તમને કોઇ તકલીફ નહીં થવા દઇએ. ટોઇલેટમાં મને વ્હીલચેર દ્વારા લઇ જતા. જમવામાં મને એક સ્વજનની માફક મદદ કરતા. સમયસર દવા, જયુસ, સરબત વગેરે મળી જતુ. આમ હું તા. ૩૦ ઓકટોબરના સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત આવી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના શહેરમાં સરકારી હોસ્પિટલમાં આટલી સરસ સુવિધાનો મે સુખદ અનુભવ કર્યો. તેમ ગદ્દગદીત થતા મંજુલાબેને યાદીના અંતમાં જણાવ્યુ છે.

(3:22 pm IST)