Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કારમાં ૬૦ પેટી વિદેશી દારૂ મુકીને ભાગેલા કાર માલીકની આગોતરા અરજી રદ

રાજકોટ, તા. ૧ર : રાજકોટમાં ગઇ, તા. ૧૦-૬-ર૦ર૦ના રોજ મધરાત બાદ સામાકાંઠે ભાવનગર રોડ ઇસ્ટ ઝોન મહાપાલિકા કચેરીની સામેના ખાંચામાં ઉભેલી ઇકોકારની પોલીસે તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૭ર૦ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

બુટલેગર નાસી છુટયો હતો. તેથી પોલીસે ઇકોકાર નં. જી.જે૦૩/એફ.ડી. ૪૬૧૦ મુજબ તપાસ કરતા તેના માલિક તરીકે આરીફમીયા ઉર્ફે ભોલાબાપુ અમીરમીયા પીરજાદાનું નામ ખુલ્યું હતું.

આથી પોલીસે આરીફ મીયાંને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરતા તેણે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અનુસંધાને બંને પક્ષની રજુઆતો દલીલો ધ્યાને લઇને એડિશનલ સેશન્સ જજ ડી.એ. વોરાએ આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. સમીર ખીરાએ રજુઆતો કરી હતી.

(3:28 pm IST)