Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર પીપળીયા પાસે મગફળી ભરેલ ટ્રકમાં આગ લાગતા દોડધામ

ગોંડલઃ રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર પીપળીયા ગામ પાસે આજે બપોરે જીજે ૦૩ એ.ડબલ્યુ. ૮૪૩૨ નંબરના મગફળી ભરેલા ટ્રકમાં કોઈ કારણસર આગ લાગતા ટ્રક તથા મગફળીનો જથ્થો આગમાં ભસ્મીભૂત થયો હતો. આ બનાવની જાણ થતા ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:40 pm IST)