Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આજીડેમ માછલી ઘર પાછળ પાણીમાંથી યુવાનની લાશ મળી

ચપ્પલ પણ પહેરેલા હતાં: આપઘાત કર્યાની શંકાઃ મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવોઃ મૃતકના જમણા હાથે અંગ્રેજીમાં 'એન' ત્રોફાવેલો

રાજકોટ તા. ૧૨: બપોરે આજીડેમ માછલી ઘર પાછળ પાણીમાંથી અજાણ્યા આશરે ૨૫ થી ૨૮ વર્ષના યુવાનની લાશ મળી આવી છે. આ યુવાને પીળા રંગનું સફેદ કાળા પટ્ટાવાળુ ટી-શર્ટ પહેર્યુ છે. ફાયર બ્રિગેડને જાણ થતાં ભીખાભાઇ, શાહરૂખભાઇ, ભરતસિંહ, વિશાલભાઇ સહિતે ત્યાં પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે તપાસ કરતાં મૃતક પાસેથી ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તેના જમણા હાથે અંગ્રેજીમાં 'એન' ત્રોફાવેલો છે. જ્યારે બીજા હાથે હિન્દી જેવા અક્ષરોમાં 'ઉનહત' જેવું લખાણ દેખાય છે. આ યુવાને આપઘાત કર્યાની દ્રઢ શકયતા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત-વાલીવારસ હોય તો પોલીસનો મો.  ૯૮૭૯૫ ૦૦૩૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૮)

(3:02 pm IST)