Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટના વેપારી વિજયભાઇ દવે પાસે લાખનો બ્રાસ વાયર મંગાવી જામગરના સની લાહોતે દોઢ લાખનો ધુંબો માર્યો

રાજકોટઃ દોઢસો ફૂટ રોડ રૈયા ચોકડી પાસે માધવ રેસીડેન્‍સીમાં રહેતા અને ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં દર્શન પટેલ કોર્પોરેશન નામની દુકાન ધરાવતા વિજયભાઇ મધુસુદનભાઇ દવે (ઉ.વ.પ૪) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં જામનગર ઉદ્યોગનર, શાસ્‍ત્રીનગર શંકર ટકેરી પાસે રહેતા સની લાહોત સામે ફરીયાદ નોંધાવેલ છે. વિજયભાઇએ ફરીયાદમાં જણાવ્‍યા મુજબ જામનગરમાં ઓશીયન બ્‍લુ નામે પેે ધરાવતા સની લાહોતે પોતાનો ફોનમાં સંપર્ક કરી પ્રથમ બ્રાસના વાયર મંગાવી તેના રૂપિયા ચુકવી વિશ્‍વાસ કેળવ્‍યો હતો. બાદ ચાર દિવસ પહેલા તેણે રૂ. ૩,૯૯,૩પપ નો માલ મંગાવ્‍યા બાદ તેણે બે કટકે રૂ.ર.પ૦ લાખ ચુકવી દીધા બાદ રૂ.૧,૪૯,૯પ૪ ન ચુકવી છેતરપીંડી કરતા ફરીયાદ નોંધવાા હતી. આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એમ.વી. લુવાએ તપાસ આદરી છે.

(1:44 pm IST)