Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટમાં ગાય આધારિત ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાનો મેળો

જી.સી.સી.આઇ. દ્વારા ગૌ ટેક ૨૦૨૩ : ટીમ ડો. કથીરિયાનો પ્રયાસ : ૪૦૦થી વધુ સ્‍ટોલ્‍સ સાથે પ્રદર્શન : સ્‍ટોલ ધારકોને સબસીડી : રોજગારીની નવી તકો સહિતના કાયદા

રાજકોટ તા. ૧૧ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્‍ય ભારત અને દિવ્‍ય ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્‍યથી આંતરરાષ્ટ્રીય સંસ્‍થા ‘ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્‍ડસ્‍ટ્રીઝ' (GCCI)ના ઉપક્રમે ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્‍ડ, રાજકોટમાં “GAU TECH - 2023”નું તા. ૨૪ મે થી ૨૮ મે સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. GCCI સરકાર અને ઉદ્યોગ સાહસિકો માટે ગૌ આધારિત ઉદ્યમિતાને પ્રોત્‍સાહન આપવા માટે કામ કરી રહી છે. ગૌ ઉત્‍પાદનોનું ઔદ્યોગિક નિર્માણ અને તેનો માનવીય ઉપયોગ વૈશ્વિક પર્યાવરણને અનુકૂળ અને વિકાસને સુનિતિ કરી શકે છે. તેમ ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્‍યું હતું.

ડો.વલ્લભભાઈ કથીરિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે સ્‍ટાર્ટઅપ, ઇનોવેશન, આન્‍ત્રપ્રિન્‍યોર અને ઇન્‍ડસ્‍ટ્રીઝ માટે નવા નવા ઉદ્યમીઓ અને સુખી લોકો આ બિઝનેસ - ઇન્‍ડસ્‍ટ્રીમાં રોકાણ કરે તેવા ઉદ્દેશ્‍યથી આ EXPOનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશ - વિદેશમાંથી ઇન્‍ડસ્‍ટ્રી સાથે જોડાયેલા ઉદ્યમીઓ તેમના સ્‍ટોલ્‍સ દ્વારા જાણકારી આપશે. સાથે સાથે ગૌ આધારીત વિવિધ ઉદ્યોગો માટેના સેમીનાર અને સાંજના સમયે ગૌ વિષયક સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન પણ કરવામાં આવેલ છે.

વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા. સેકસ્‍ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી, એમ્‍બ્રીયો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવા,  સીમેન લેબોરેટરી સ્‍થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારશ્રીની મદદથી PPP મોડલ પર વ્‍યવસાયો શરૂ થયા છે. ભારતીય દેશી ગાયોના એ-૨ દૂધ અને તેના વેલ્‍યુ એડીશન સાથે બટર, ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે. ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્‍ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ, વાતાવરણ શુધ્‍ધિ માટેના રિપેલન્‍ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્‍મેટીક ગોબર ઉત્‍પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્‍ત્રપ્રિન્‍યોરશીપની તકો ઊભી થઇ છે. ગૃહ ઉદ્યોગ, મધ્‍યમ કક્ષાના અને વિશાળ પાયે ઉત્‍પાદન કરવાની ક્ષમતાવાળા કોર્પોરેટ પ્‍લાન્‍ટ માટે વિવિધ સરકારીયોજનાઓ અમલમાં છે. કાઉડંગ ( ગોબર )માંથી ગોબર પેઇન્‍ટ, પ્‍લાસ્‍ટર, કલર, બ્રીક્‍સ,પ્‍લાયવુડ, ટાઇલ્‍સ, પેપર અને સ્‍મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્‍ધ કરાવી શકાય તેમ છે. ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફયુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, ઘ્‍બ્‍૨,હાઈડ્રોજન ઉત્‍પાદન કરી ફેક્‍ટરીઓને સપ્‍લાય થઈ રહ્યા છે. સરકારશ્રીની બાયબેકની યોજના પણ અમલમાં છે. એ જ રીતે ‘કાઉ હોસ્‍ટેલ' એન.જી.ઓ અથવા સહકારી ધોરણે મોટા પ્રમાણમાં શરૂ કરી ઘેર ઘેર ગાયના કન્‍સેપ્‍ટને અલગ રીતે વિસ્‍તારી પ્રોફેશનલ સર્વિસીઝ દ્વારા કમાણી શરૂ થઈ છે. ગૌ આધારિત ઉદ્યોગો માટે મોટાપાયે જરૂરી મશીનરી મેન્‍યુફેક્‍ચરીંગ માટે ખૂબ જ તકો રહેલી છે.

 સફળ ગૌ ઉદ્યોગ સાહસિક શ્રી રમેશભાઈ રૂપારેલિયાએ જણાવ્‍યું હતું કે ગાયનું પંચગવ્‍ય શ્રેષ્ઠ આયુર્વેદ ઔષધી છે.ગાય હરતું ફરતું ઔષધાલય છે. આયુર્વેદ ક્ષેત્રના વિકાસ સાથે તમામ મંત્રાલયોને જોડીને આયુર્વેદમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકીએ છીએ. વિવિધ આયુર્વેદ ફાર્મા કંપનીઓને પશુઓ માટે પશુ આયુર્વેદ દવાના મેન્‍યુફેક્‍ચરીંગ માટે આગળ આવવા અનુરોધ છે.

લઘુ ઉદ્યોગ ભારતીના અગ્રણી શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે MSME ઉદ્યોગ અને માર્કેટિંગ માટેનું પ્‍લેટફોર્મ છે. પશુપાલન મંત્રાલય, કૃષિ મંત્રાલય, આરોગ્‍ય મંત્રાલય, પ્રવાસન મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, કૌશલ્‍ય વિકાસ મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય, મહિલા કલ્‍યાણ મંત્રાલય વગેરેની પોતપોતાની યોજનાઓ છે, જેનો લાભ યુવા અને મહિલા સાહસિકોએ ગૌ પાલન અને ગૌ ઉદ્યમિતા જોડાઈને લેવો જોઈએ.

GAU TECH – 2023 ની વિશેષ માહિતી આપતા GCCI ના પુરીશ કુમારે જણાવ્‍યું હતું કે આ EXPO દ્વારા વર્તમાન ‘નેચરલ ફાર્મીંગ' ઝુંબેશ વેગવાન બનશે. ખેડૂતો સમૃધ્‍ધ બનશે. સમાજ સ્‍વસ્‍થ બનશે.

ભારત સરકારના એનિમલ વેલ્‍ફેર બોર્ડના સલાહકાર શ્રી મિતલ ખેતાણીએ જણાવ્‍યું હતું કે ગૌશાળા - પાંજરાપોળોમાં ઉપલબ્‍ધ ગૌવંશના ગૌમૂત્ર - ગોબર રો મર્ટીરીયલ તરીકે સહેલાઇથી ઉપલબ્‍ધ છે, જેનો ઉપયોગ ઉદ્યોગો માટે કરવાથી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ક્‍લીન ઈન્‍ડીયા, હેલ્‍ધી ઈન્‍ડીયા, ગ્રીન ઈન્‍ડીયા, ડીજીટલ ઈન્‍ડીયા, મેઇક ઇન ઈન્‍ડીયાના વિઝનને પુષ્ટિ મળશે, ગૌશાળાઓ આત્‍મનિર્ભર બનશે.

ઉદ્યોગપતિ શ્રી ગણેશભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે રાજકોટ નાના ઉદ્યોગોનું હબ છે. ગૌ આધારિત ઉદ્યોગો માટેની અનેક મશીનરી અહીં બને છે. નવા સાહસિકો આગળ આવશે, આમ  કાઉ બેઈઝડ MSME મશીનરી માટે મોટી તકોનું નિર્માણ થશે.

લાયન્‍સ ક્‍લબના પૂર્વ ગવર્નરશ્રી રમેશભાઈ ઘેટીયાએ જણાવ્‍યું હતું કે વૈશ્વિક કંપનીઓ, વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝ, એનજીઓ, સામાજીક સંસ્‍થાઓ તેમજ સરકારી સેક્‍ટરો પોતાની પ્રોડક્‍ટ અને સર્વિસની માહિતી લોકોને આપી શકે તે માટે ૪૦૦ થી વધુ સ્‍ટોલ તેમજ વિવિધ પેવેલીયન ઉપરાંત પ્રોડક્‍ટ ડિસ્‍પ્‍લે માટેની સ્‍પેસ અને પ્રદર્શન આ એક્‍સ્‍પોમાં રાખવામાં આવેલ છે, ઉનાળાને ધ્‍યાનમાં રાખી A.C. ડોમ ની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સરકારશ્રી ના MSME ડીપાર્ટમેન્‍ટમાંથી સ્‍ટોલ ધારકોને સબસીડી પણ મળશે. ખાસ કરીને સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ આ એક્‍સ્‍પોની મુલાકાત માટે પુરા ભારત માંથી અનેક મુલાકાતીઓ, ગૌ ઉદ્યમીઓ , ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્‍સ આવી શકે એ માટે GCCIની ટીમ કાર્યરત છે. સમગ્ર ઇવેન્‍ટ નું મેનેજમેન્‍ટ કન્‍સલટન્‍ટ તરીકે એડેક્‍સ ઇવેન્‍ટ એન એકઝીબીશન તથા સંલગ્ન કંપની એડેક્‍સ ગ્રાફિક્‍સ અને મીડિયા પ્રમોશન માટે એડેક્‍સ મીડિયા લિંક્‍સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૌ ઉદ્યમીઓ, યુવા, મહિલા, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને ધર્માચાર્યોને આ “GAU TECH - 2023”માં સહભાગી બનવા નમ્ર વિનંતી છે.

GAU TECH - 2023ની માહિતી આપવા યોજાયેલ પ્રેસ કોન્‍ફ્રરન્‍સમાં GCCI ના ડો. વલ્લભભાઈ કથીરિયા, ડો.ભરતભાઈ બોઘરા , ડો. પ્રદીપ ડવ, મનસુખભાઈ રામાણી, ગોવિંદભાઈ પટેલ, પુરીશ કુમાર અને મિતલ ખેતાણી, હંસરાજભાઈ ગજેરા, રમેશભાઈ ઘેટીયા, ગણેશભાઈ ઠુંમર, રમેશભાઈ ઠક્કર, ભાવેશભાઈ ગધેથરિયા, ડો.રમેશભાઈ કોઠારી, ધીરૂભાઈ કાનાબાર, ભરતભાઈ મહેતા, વીરાભાઈ હુંબલ, અરૂણભાઇ નિર્મળ,બાવનજીભાઈ મેતલીયા, રમેશભાઈ રૂપારેલીયા, દિલીપભાઈ સખીયા, ભાનૂભાઈ મહેતા, દિનેશભાઈ વોરા, મનીષભાઈ ભટ્ટ, વી.પી.વૈષ્‍ણવ, વસંત લીંબાસીયા, ગિરીશ દેવડીયા, નિલેશભાઈ શાહ, દિલીપભાઈ કલોલા, વિજયભાઈ વાંક, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના શ્રી મોરી, ચેતનભાઇ રામાણી, બાવનજીભાઈ મેતલીયા, ગોપાલભાઈ પટેલ, શાંતુભાઇ રૂપારેલીયા, નલીનભાઈ ઝવેરી, નલીનભાઈ ઝવેરી, રાજેન્‍દ્રભાઈ શાહ, હરેશભાઈ વોરા, ડી.વી મહેતા, અનુપમ દોશી, જીમી અડવાણી, જયેશભાઈ ઉપાધ્‍યાય, વિનયભાઈ પાંચાણી, ધનસુખભાઈ વોરા, જીગ્નેશભાઈ રાઠોડ, માધવભાઈ દવે, પરેશભાઈ ગજેરા, વિનોદભાઈ કાછડીયા, વિજયભાઈ વ્‍યાસ, જગતસિંહજી જાડેજા, કાન્‍તિભાઈ પટેલ, ચમનભાઈ સિંધવ , પ્રભાતભાઈ ડાંગર, દિલીપભાઇ કલોલા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા.

વિશેષ માહિતી માટે ધર્મેશભાઈ રાઠોડ મો. ૯૭૧૨૬ ૭૭૯૨૨, ચિંતનભાઈ ભટ્ટ ૯૮૯૮૦ ૭૪૬૭૪, હંસરાજભાઇ ગજેરા ૯૪૨૬૨ ૧૬૨૭૭, મિતલભાઈ ખેતાણી ૯૮૨૪૨ ૨૧૯૯૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(9:40 am IST)