Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટ જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે કરણસિંહજી હાઇસ્‍કુલ ખાતે કંટ્રોલ રૂમ શરૂ

હેલ્‍પલાઇન નંબર ૮૪૬૯૬૩૮૯૫૬ જાહેર કરાયો

રાજકોટ તા. ૧૩ : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્‍સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્‍યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્‍યા હોય તો તેનું તુરંત જ નિરાકરણ લાવી શકાય તે માટે રાજકોટ જિલ્લામાં પરીક્ષા પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, શ્રી કરણસિંહજી હાઈસ્‍કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્‍ટ હાઉસ સામે, રાજકોટ ખાતે કાઉન્‍સિલીંગ માટેનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

આ જિલ્લા કંટ્રોલ રૂમ તા.૧૩ માર્ચ થી તા.૨૯ માર્ચ સુધી જાહેર રજાઓ સહિત સવારના ૦૭.૦૦ વાગ્‍યાથી શરૂ કરી રાત્રીના ૭.૦૦ વાગ્‍યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્‍કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં ૮૪૬૯૬૩૮૯૫૬ ફોન નંબર પર સંપર્ક કરી શકશે.

બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે ત્‍યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઈ પણ જાતની પરેશાની ન અનુભવે તે માટે વીજ કંપની, એસ.ટી. વિભાગ, આરોગ્‍ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

(11:20 am IST)