Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

શિક્ષણ, સમાજ સેવા તથા સન્‍માન મેળવવા માટે સ્‍કોલરશીપ ઉપલબ્‍ધઃ કરો અરજી

 એન્‍જીનીયરો તથા AICTE ના માધ્‍યમથી થતા ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ

 વિજ્ઞાન, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ, આર્ટસ અને મેથ્‍સમાં ગ્રેજયુએશન કરતા, VTEઅથવા પેરામેડીકલ અને એલાઇડ હેલ્‍થ સાયન્‍સમાં ડીગ્રી-ડીપ્‍લોમાં કરતી વિદ્યાર્થીનીઓ, દિવ્‍યાંગો તથા ટ્રાન્‍સજેન્‍ડર વિદ્યાર્થીઓ માટે શિષ્‍યવૃતિ

રાજકોટ તા. ૧૩ :.. આજના જમાનામાં ઉજજવળ કારકિર્દી બનાવવા માટે ઉચ્‍ચ - ઉપયોગી શિક્ષણ અનિવાર્ય છે ત્‍યારે શિક્ષણ અને સન્‍માન મેળવવા માટે હાલમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા જીવનોપયોગી ફેલોશીપ - સ્‍કોલરશીપ મળી રહી છે. આ શિષ્‍યવૃત્તિની મદદથી સોનેરી ભવિષ્‍ય બનાવી શકાય છે અને સમાજ સેવા પણ કરી શકાય છે. ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો...

* અબ્‍દુલ કલામ ટેકનોલોજી ઇનોવેશન નેશનલ ફેલોશીપ ર૦ર૩-ર૪ અંતર્ગત ઇન્‍ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્‍જીનીયરીંગ (INAI) દ્વારા  ઉત્‍કૃષ્‍ટ એન્‍જીનીયરોને એન્‍જીનીયરીંગ, નવા વિચારો તથા ટેકનોલોજી વિકાસમાં ઉત્‍કૃષ્‍ટતા પ્રાપ્ત કરવા માટે અને પ્રોત્‍સાહિત કરવા માટે આ ફેલોશીપ આપવામાં આવે ે. પસંદ થનાર ઉમેદવારોને દર મહિને રપ હજાર રૂપિયા તથા અન્‍ય લાભો મળવા પાત્ર થશે. માત્ર ઇ-મેઇલ કરીને અરજી કરવાની છે. ઇ-મેઇલ એડ્રેસ inaehq@inae.in છે.

 અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૬-ર૦ર૩ છે.

 - અરજી કરવા માટેની પાત્રતા

પૂરતી પ્રોફેશનલ લાયકાત ધરાવતા ભારતના નાગરીકો અથવા ભારતના વિદેશી નાગરીકો (ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્‍ડિયા) અરજીપાત્ર છે. અરજદારો પાસે ઓછામાં ઓછી સ્‍નાતકની ડીગ્રી હોવી જોઇએ અને ફેલોશીપ એવોર્ડની તારીખ મુજબ મૂળ સંગઠન - સંસ્‍થામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની સર્વિસ બાકી હોવી જોઇએ. પસંદગી સમયે ઉમેદવારો પાસે અન્‍ય કોઇ ફેલોશીપ હોવી જોઇએ નહીં.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/aktinf2

* NEtaps ફાઉન્‍ડેશન-લીડ જનરેશન એકઝીકયુટીવ ઇન્‍ટર્નશીપ ર૦ર૩ અંતર્ગત Netaps ફાઉન્‍ડેશન એક અગ્રણી સેવા  આધારીત કંપની છે જે દેશની તથા વિદેશની શૈક્ષણિક સેવાઓ પ્રદાન કરે છે. આ ફાઉન્‍ડેશન દ્વારા અખિલ ભારતીય ટેકિનકલ શિક્ષા પરીષદ (AICTE) ઇન્‍ટર્નશીપ પોર્ટલના માધ્‍યમથી ગ્રેજયુએટ વિદ્યાર્થીઓને ઇન્‍ટર્નશીપની તક મળી રહી છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને દર મહિને દસ હજાર રૂપિયા તથા અન્‍ય લાભો મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની   પાત્રતા

 સંબંધિત ક્ષેત્રમાં (ટેકનિકલ શિક્ષણ સહિત) કૌશલ્‍ય અને રસ ધરાવતા તથા ૬ મહિના માટે કાર્ય કરવાની તૈયારી ધરાવતા ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ અરજી પાત્ર છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/tasd4

* સીએફ સ્‍પાર્કલ ઇન્‍કલુઝીવ સ્‍કોલરશીપ પ્રોગ્રામ ફોર હાયર એજયુકેશન અંતર્ગત તેજસ્‍વી વિદ્યાર્થીઓ, દિવ્‍યાંગો તથા  ટ્રાન્‍સજેન્‍ડર વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ મેળવવા માટે આર્થિક સહયોગ મેળવીને આગળ વધી શકે તે માટે સ્‍કોલરશીપ આપવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવારોને ૭પ હજાર રૂપિયા સુધીની સ્‍કોલરશીપ દર વર્ષે મળશે. આ માટે ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૧પ-૩-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

પાંચ લાખ રૂપિયાથી ઓછી કુલ પારિવારિક વાર્ષિક આવક ધરાવતી વિદ્યાર્થીનીઓ, દિવ્‍યાંગ અને ટ્રાન્‍સજેન્‍ડર વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. ઉમેદવારો  STEAM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ,  આર્ટસ, મેથ્‍સ) માં ગ્રેજયુએશનના પ્રથમ વર્ષમાં હોવા જોઇએ. અથવા વોકેશનલ ટેકિનકલ એજયુકેશન (VTE), પેરામેડીકલ સાયન્‍સીઝ અને એલાઇડ હેલ્‍થ સાયન્‍સીઝમાં ગ્રેજયુએશન ડીગ્રી અથવા ડીપ્‍લોમાં કરતા હોવા જોઇએ. ઉમેદવારોએ ધોરણ ૧રની પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલા હોવા જરૂરી છે. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. માત્ર કોગ્નીજન્‍ટ, કોગ્નીજન્‍ટ ફાઉન્‍ડેશન તથા બડી ફોર સ્‍ટડીના કર્મચારીઓના બાળકો અરજીપાત્ર નથી.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/cfsi1

ઉચ્‍ચ-ઉપયોગી શિક્ષણ અને સન્‍માન આપતી ફેલોશીપ-સ્‍કોલરશીપ હાલમાં મળી રહી છે. ત્‍યારે યોગ્‍ય લાયકાત, સ્‍વપ્રયત્‍ન, આત્‍મવિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્‍ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા  રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. (પ-૮)

સૌને ઓલ ધ બેસ્‍ટે.

(11:29 am IST)