Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સિવિલ હોસ્‍પિટલના માનસિક વિભાગમાં દર્દીને આપઘાત કરતો બચાવી લેવાયો

સવારે રૂમમાં પુરાઇ અંદરથી દરવાજો બંધ કરી લીધોઃ નર્સિંગ સ્‍ટાફે તિરાડમાંથી જોતાં લટકવાની તૈયારી કરતો હતોઃ સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ એ.ડી. જાડેજા, જગદીશભાઇ ચાંદેગરાની ટીમે બચાવ્‍યો : મેંદરડાના અજય સોલંકીને સારવાર માટે દાખલ કરાયો હતો

રાજકોટ તા. ૧૩: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના માનસિક રોગના વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા મેંદરડાના એક દર્દીએ સવારે એકાએક પોતાના બેડ પરથી ઉભા થઇ રૂમમાં પુરાઇ જઇ લટકી જવા માટે છતના હુકમાં ચાદર બાંધી લીધી હતી. પરંતુ દરવાજાની તિરાડમાંથી નર્સિંગ વિભાગ આ દ્રશ્‍ય જોઇ જતાં સિક્‍યુરીટીને જાણ કરતાં જ ટીમ પહોંચી ગઇ હતી અને આ યુવાનને આપઘાત કરતો બચાવી લીધો હતો. જાણવા મળ્‍યા મુજબ મેંદરડાના અજય સોલંકી નામના ૨૭ વર્ષિય યુવાનને માનસિક રોગના વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હોઇ તે આજે સવારે દસેક વાગ્‍યા બાદ માનસિક વિભાગના એક રૂમમાં પુરાઇ ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. નર્સિંગ સ્‍ટાફે તિરાડમાંથી જોતાં તે છતના હુકમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ લેવાની તૈયારી કરતો જોવા મળતાં સિક્‍યુરીટીને જાણ કરતાં ઇન્‍ચાર્જ એ. ડી. જાડેજા, જગદીશભાઇ ચાંદેગરા અને ટીમ તત્‍કાળ પહોંચી હતી અને મહામહેનતે આ યુવાનને બચાવી લીધો હતો. પરિવારજનોએ સિક્‍યુરીટી ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(11:30 am IST)