Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કિસ્‍મતનગરના વંશ પરમારે માતાના વિયોગમાં ફિનાઇલ ગટગટાવી લીધું

રાજકોટ તા. ૧૩: રૈયા ચોકડી નજીક નાગરિક બેંક પાછળ કિસ્‍મત નગરમાં રહેતાં વંશ સતિષભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામના યુવાને સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

વંશને એક બહેન છે પોતે અને પ્રાઇવેટ નોકરી કરે છે. તેના પિતા ડ્રાઇવીંગ કરે છે. માતા આશાબેનનું અગાઉ કોરોનામાં મૃત્‍યુ થયું હોઇ માતાની યાદ આવતી હોવાથી આ પગલુ ભર્યાનું પરિવારજને જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી

 

 

(12:10 pm IST)