Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માતાએ નશો કરવાની ના પાડી ઠપકો આપતાં ભાવેશે ઝેર પીધું

ચાંદીકામ કરતાં યુવાનની હાલત ગંભીરઃ બેડીપરાનો બનાવ

રાજકોટ તા. ૧૩: બેડીપરામાં વાસંગીદાદાના મંદિર નજીક રહેતાં ભાવેશ ભૂપતભાઇ સિતાપરા (ઉ.વ.૩૦) નામના યુવાને મોડી રાતે એકાદ વાગ્‍યે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ ભાવેશ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો છે અને ચાંદીકામ કરવાની સાથે સવારે અખબાર વિતરણનું પણ કામ કરે છે. તેને દારૂ પીવાની આદત પડી ગઇ હોઇ ગઇકાલે માતા હંસાબેને ઠપકો આપ્‍યો હતો. આ વાતનું માઠુ લાગી જતાં તેણે રાતે ઝેરી દવા પી લીધી હતી.

(12:14 pm IST)