Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બે પોઇન્‍ટ પર ટ્રાફિક ડ્રાઇવઃ ૪૪૦ એનસી કેસ કરી ૨.૪૭ લાખનો દંડ વસુલાયો

ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી અને ટીમોની બીગ બાઝાર તથા નવાગામ ખાતે કામગીરી

રાજકોટઃ શહેરમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક બ્રાંચ દ્વારા દરરોજ અલગ અલગ પોઇન્‍ટ પર ડ્રાઇવ રાખવામાં આવે છે. તે અંતર્ગત ગત સાંજે દોઢસો ફુટ રીંગ રોડ બીગ બાઝાર પાસે અન ેકુવાડવા પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તાર નવાગામ પાસે ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં બિગ બાઝાર પાસે ૧૬૬ એનસી કેસ કરી ૮૬૪૦૦નો દંડ વસુલી એક વાહન ડિટેઇન કરાયું હતું. જ્‍યારે નવાગામ ખાતે ૨૭૪ એનસી કેસ કરી ૧,૬૦,૦૦૦નો દંડ વસુલી છ વાહનો ડિટેઇન કરાયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની રાહબરીમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી અને તેમની ટીમોએ આ કામગીરી કરી હતી. બંને સ્‍થળના મળી કુલ ૪૪૦ એનસી કેસ કરી રૂા. ૨,૪૭,૩૦૦નો દંડ વસુલી સાત વાહનો ડિટેઇન કરાયા હતાં.

(1:02 pm IST)