Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રોટરી મિડટાઉન લાઇબ્રેરી આયોજીત પત્રલેખન સ્‍પર્ધાના વિજેતાઓ જાહેર

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીરૂપે

રાજકોટઃ રોટરી મિડટાઉન લાઇબ્રેરી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત આયોજીત પત્રલેખન સ્‍પર્ધામાં કુલ ૧૩૨ લોકોએ ભાગ લીધો હતો, જેમાં વય જુથ પ્રમાણે વિજેતાઓ બન્‍યા હતા.

પત્રલેખન સ્‍પર્ધામાં ૧૪ વર્ષથી ઓછી વયજુથમાં અનુક્રમે રોનિત ત્રિવેદી, શ્રુતિ થુમર, માર્ગી ડોબરિયા, જયારે ૧૫થી ૨૫ વર્ષની વય જુથમાં આશકા જીકર, જયદિપ મૈયાત્રા, જય શવશાની. એજ રીતે ૨૫ વર્ષથી વધુ વય જુથમાં અનુક્રમે આશિષ શાહ, ખુશ્‍બુ ઠકકર, પ્રતિભા માંકડ વિજેતા બન્‍યા છે. તમામ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે જે રોટરી મિડટાઉન લાઇબ્રેરી, અમીન માર્ગ ખાતેથી મેળવી લેવાના રહેશે

સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ફુલછાબના પુર્વતંત્રી શ્રી કૌશિકભાઇ મહેતા અને ચિત્રલેખા સૌરાષ્‍ટ્રના બ્‍યુરો હેડશ્રી દેવેન્‍દ્રભાઇ જાનીએ સેવા આપી હતી વધુ વિગત માટે ફોન ૦૨૮૧-૨૪૫૪૫૩૭ ઉપર સંપર્ક કરી શકાય છે

(1:06 pm IST)