Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કોરોનાનો રાજકોટમાં મુકામઃ વધુ એક પુરૂષ સંક્રમિત

રાજકોટ તા. ૧૩ :.. શહેરમાં સતત છઠ્ઠા દિવસે રવિવારે કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ભય વ્‍યાપી ગયો છે.મનપાના આરોગ્‍ય વિભાગ મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતા પ૦ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. તેમણે કોરોના વેકસીનના ત્રણેય ડોઝ લીધા હોવાનું અને કોઇ ટ્રાવેલ હીસ્‍ટ્રી પણ ન હોવાનું જાહેર કરાયું છે.

(1:08 pm IST)