Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગ્રીન હાઇડ્રોજન માટે ઇનોવેશન ફેલો તરીકે ડો.તુલશી શિયાણીની પસંદગી

રાજકોટ તા.૧૧: ભારતમાં સ્‍વચ્‍છ ઉર્જા પર સંશોધન થાય અને દેશમાં સ્‍વચ્‍છ ઉર્જા માટેની ટેકનોલોજી બનાવવા માટે ભારત સરકાર દ્વારા ખુબજ પ્રોત્‍સાહન આપવામાં આવી રહયુ છે. આ અંતર્ગત ભારત સરકારના BIRACસંસ્‍થા દ્વારા રાજકોટના ડો.તુલશી શિયાણીને ગ્રીન હાઇડ્રોજન માટે ઇનોવેશન ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે.

ડો.તુલશી શિયાણી(મો.૭૯૯૦૫ ૬૧૭૬૭) BIRACના રજકોટ ખાતેના ઇ-યુવા સેન્‍ટરમાં સૌરાષ્‍ટ્ર રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટના સહયોગથી સૂર્ય ઉર્જા દ્વારા પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન અને ઓકિસજન કરવાની  ટેકનોલોજી વિકસાવશે અને તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં કરશે. સૂર્ય ઉર્જા દ્વારા પાણીમાંથી ઉત્‍પન ગ્રીન હાઇડ્રોજન ભવિષ્‍યમાં એલપીજી ગેસ, કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેનું સ્‍થાન લેશે. ગ્રીન હાઇડ્રોજનના દહનથી પર્યાવરણને કોઇ નુકશાન થતું નથી અને ગ્‍લોબલ વોર્મિગ અને વાયુ પ્રદુષણ પણ નહિવત જેવુ થઇ જશે. આમ ખરા અર્થમાં સાયન્‍સ સોસાયટી માટે જ છે એ ને સાર્થક કરશે

(5:27 pm IST)