Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નિヘય દ્રઢ અને ધ્‍યેય ઉંચો હશે તો સફળતા જરૂર મળશે : પૂ. મહંત સ્‍વામી

બીએપીએસ મંદિર દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરીક્ષાર્થીઓ માટે યોજાયો શુભેચ્‍છા સમારોહ : શૈલેષ સગપરીયાનું પ્રેરક વકતવ્‍ય

રાજકોટ : બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર કાલાવડ રોડ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે તેમના ઉજ્જવળ ભવિષ્‍ય તથા આગામી પરીક્ષાની શુભેચ્‍છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્‍સાહન પૂરૂ પાડવા શુભેચ્‍છા સમારોહનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ સમારોહમાં પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત સરકારના ભૂતપૂર્વ ક્‍લાસ-૧ અધિકારી  શૈલેષભાઈ સગપરિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમ્‍યાન કાલાવડ રોડ સ્‍થિત બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્‍યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્‍યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં પ્રવેશી ભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્‍કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્‍પ અને પ્રાર્થના સાથે શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું સંતો દ્વારા કુમકુમના ચાંદલા કરી, ભગવાનની પ્રસાદીની નાડાછડી બાંધી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યોગીસભાગૃહમાં ઉપસ્‍થિત સૌ વિદ્યાર્થીને ભારતીય પરંપરા મુજબ પૂજય વિશ્વેશતીર્થ સ્‍વામી દ્વારા વૈદિક પૂજનવિધિ કરાવવામાં આવી હતી. ત્‍યારબાદ પ્રેરક વિડીયો શો રજૂ થયો હતો. બી.એ.પી.એસ. સંસ્‍થાના વર્તમાન ગુરુ પૂ. મહંતસ્‍વામી મહારાજે મુંબઈથી બોર્ડના છાત્રો માટે વિડીયો આશીર્વચન પાઠવ્‍યા હતા, જેમાં તેઓએ જણાવ્‍યું હતું કે, અત્‍યારે તમે બધા વિદ્યાર્થી કાળમાં છો તો એનો સદુપયોગ કરવો. વિદ્યાર્થી કાળમાં સારો અભ્‍યાસ કરશો તો ખૂબ તેજસ્‍વી કારકિર્દી બનાવી શકશો. જેના મનમાં દ્રઢ નિヘય હોય કે મારે ભણવું છે તો એ ભણી બતાવે. માટે હંમેશા મનમાં ઉંચો ધ્‍યેય રાખવો. બધા માટે અક્ષર-પુરુષોત્તમ મહારાજને પ્રાર્થના કરી છે અને સૌને આશીર્વાદ છે. કાર્યક્રમના પ્રેરક વક્‍તવ્‍યમાં  શૈલેષભાઈ સગપરિયાએ ‘વિજયી ભવ' વિષય પર બોર્ડની પરીક્ષામાં વિજયી બનવા માટે છેલ્લા દિવસોમાં કઈ રીતે તૈયારી કરવી અને વાંચનમાં અવરોધરૂપ મોબાઈલથી બચવા માટેનું માર્ગદર્શન પાઠવ્‍યું હતું. વિદ્યાર્થી કોઈ પણ પરિસ્‍થિતિમાં સારો અભ્‍યાસ કરી ઉચ્‍ચ કારકિર્દી બનાવી શકે છે એ માટેના વિવિધ પ્રેરક ઉદાહરણો વિદ્યાર્થી સમક્ષ પ્રસ્‍તુત કર્યા હતા. તેઓએ હનુમાનજીના ઉદાહરણ દ્વારા વિજયી બનવા માટે પરિસ્‍થિતિ મુજબ કઈ રીતે અનુકુળ થવું એ વિષયક સુંદર માર્ગદર્શન વકતવ્‍યના માધ્‍યમથી પુરૂ પાડયુ હતું. કાર્યક્રમના અંતે રાજકોટ મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્‍વામીએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્‍સ સાથે ઉતીર્ણ થવા માટે આશીર્વાદ પાઠવ્‍યા હતા અને સૌ વિદ્યાર્થીઓ સંતોના દર્શન કરી આશીર્વાદ અને પ્રસાદ લઈ વિદાય થયા હતા.

(1:10 pm IST)