Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર ખાતે ફાયર સેફટી મોકડ્રીલ

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઇમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર, ઇશ્વરી મંદિર પાસે, માધાપર, ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ઓફીસર બી.જે.ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કચેરીના સ્‍ટાફ ૩૦ તથા ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફીસર એચ.પી.ગઢવી, લીડીંગ ફાયરમેન સંજયભાઇ બાબરિયા, ફાયરમેન આદિત્‍યભાઇ, નરેશભાઇ ડ્રાઇવર તથા ટ્રેનર સહિતના સ્‍ટાફ દ્વારા તાલીમ અપાયેલ

(1:12 pm IST)