Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

શાપરમાં બાખડતાં ખૂંટીયાએ એક્‍ટીવા સહિત ઉલાળી દેતાં કારખાનેદારનો પગ ભાંગી ગયો

રાજકોટના દિલીપભાઇ ખોયાણીને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા

 

રાજકોટ તા. ૧૩: શાપર વેરાવળના ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં બાખડતાં ખૂંટીયાઓએ એક્‍ટીવાચાલક રાજકોટ મોરબી રોડ પર ચિંતન પાર્કમાં રહેતાં કારખાનેદાર દિલીપભાઇ ખીમજીભાઇ ખોયાણી (ઉ.વ.૪૦)ને ઉલાળી દેતાં પગ ભાંગી ગયો હતો. દિલીપભાઇને શાપરમાં આનંદ એન્‍જિનીયર નામે સીએનસીની ફેક્‍ટરી છે. તેઓ એક્‍ટીવા હંકારીને નીકળ્‍યા ત્‍યારે બે ખૂંટીયા ભરબજારે બાખડી રહ્યા હોઇ પોતે સાઇડમાં ઉભા રહી ગયા હતાં ત્‍યારે ખૂંટીયાએ તેને ઢીંકે ચડાવી દીધા હતાં અને તેના કારણે પગ ભાંગી જતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે.

 

 

 

 

(5:20 pm IST)