Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બે- ત્રણ દિવસ વાદળાઓ છવાયેલા રહેશે સૌરાષ્‍ટ્રના એકાદ-બે સ્‍થળોએ માવઠાની શકયતા

રાજકોટમાં આજે સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણઃ મધ્‍ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વધુ

રાજકોટઃ વાતાવતરણમાં પલ્‍ટો આવ્‍યો છે. ગઈકાલથી વાદળછાંયુ વાતાવરણ જોવા મળે છે. દરમિયાન આગામી બે થી ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેશે. સૌરાષ્‍ટ્રમાં એકાદ બે સ્‍થળોએ તો ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા વધુ હોવાનું હવામાન ખાતાએ જણાવ્‍યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી વાદળાઓ છવાયેલા રહેશે. જેની અસરથી રાજયમાં કોઈ- કોઈ જગ્‍યાએ  માવઠુ થશે. સૌરાષ્‍ટ્રના અમરેલી અને ભાવનગરમાં વધુ સંભાવના છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ આજે બીજા દિવસે સવારથી વાદળો છવાયેલા છે જેના લીધે ગરમીમાં ઘટાડો થયો છે. રાત્રીના સમયે આંશિક ઠંકડનો અહેસાસ થઈ રહ્યો છે

(5:22 pm IST)