Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આ સપ્‍તાહમાં વાતાવરણમાં અસ્‍થિરતાઃ અશોકભાઈ પટેલ

ફરી કમોસમી વરસાદની આગાહી:૨૦મી માર્ચ સુધી અલગ- અલગ વિસ્‍તારોમાં જુદા- જુદા દિવસે છુટાછવાયા ઝાપટા હળવા વરસાદની શકયતાઃ કાલનો દિવસ ગરમીનો અનુભાવ ત્‍યારબાદ રાહત મળશે

 રાજકોટઃ આ સપ્‍તાહ દરમ્‍યાન વાતાવરણમાં અસ્‍થિરતા જોવા મળશે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે. આજે અને આવતીકાલે ગરમીનો અનુભવ થશે. ત્‍યારબાદ રાહત મળશે. ૨૦મી માર્ચ સુધીમાં સૌરાષ્‍ટ્ર- કચ્‍છ- ગુજરાતના અલગ- અલગ વિસ્‍તારમાં અલગ-અલગ દિવસે વરસાદની શકયતા છે.

ગઈકાલે મહતમ તાપમાન દરેક સેન્‍ટરોમાં બે થી ત્રણ ડીગ્રી ઉચુ હતું. હાલમાં મહત્તમ નોર્મલ તાપમાન ૩૫ ડીગ્રી ગણાય. અમદાવાદ ૩૭.૩ (બે ડીગ્રી ઉંચુ), રાજકોટ ૩૭.૬ (૩ ડીગ્રી ઉંચુ), ભુજ ૩૮.૪ (૨ ડીગ્રી ઉંચુ), વડોદરા ૩૭ ડીગ્રી (૧ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.

એક વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ હાલમાં ૬૫ ડીગ્રી ઈસ્‍ટ અને ૨૫ નોર્થ જે ૫.૮ કિ.મી.ની ઉંચાઈની તેની ધરી છે. તા.૧૬ માર્ચના એક બીજુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પણ આવી રહ્યું છે.

શ્રી અશોકભાઈ પટેલે તા.૧૩ થી ૨૦ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન હાલ ઉત્તરના છે. જે ૧૬મીથી નોર્થ વેસ્‍ટ અને વેસ્‍ટના પવન થશે. હાલ પવનની ઝડપ ૧૦ થી ૧૫ કિ.મી. છે. ૧૬મીથી પવનની ઝડપ વધશે. ૧૫ થી ૨૫ કિ.મી.ની ગતિએ ફૂંકાવા લાગશે.

આગાહી સમય દરમ્‍યાન છુટાછવાયા વાદળો થયા રાખશે.

તા.૧૬થી અસ્‍થિરતા પણ વધશે. આગાહી સમયમાં છુટાછવાયા ઝાપટા હળવા વરસાદની શકયતા છે.

સૌરાષ્‍ટ્ર- કચ્‍છ- ગુજરાતના અલગ-અલગ વિસ્‍તારોમાં અલગ- અલગ દિવસે વરસાદની શકયતા છે.

હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૩૫ ડીગ્રી આસપાસ ગણાય. આવતીકાલ સુધી તાપમાન ૩૭ થી૩૯ ડીગ્રીની રેન્‍જમાં રહેશે. ત્‍યારબાદના સમયમાં ગરમીમાં થોડી રાહતની સંભાવના છે.

(4:33 pm IST)